________________
૮૪
આલોયણુ.
જાત, પારેવાંની જાત, કાબર, કાયેલ, હોલા, તેતર, સારસ, ગર્ભજસ, મોસમ, સમુગપક્ષી, વિતતપક્ષી, સમડી, સીંચાણ, ઘુવડ, કુચ, બગલા, બટેર, ચરકલા, બલાહક, બગ, ઢીક,ચકોર, ચક્રવાક, ચાક, ચાતક, કપિત, કીંજલ, કાલકંઠ, કુકટકેશીક કારટક, કારંડ, બકાદંબ, ભારંડ, ભંગ, ભારદ્ધી, જસારીકા, સકુંતિકા ઈત્યાદિક ખેચર પંખી જીવ હણ્યા, હણાવ્યા, ઉડતાં પંખી પાડયાં, મહારે જીવે ઉર પરિસર્પ—-અહિ, અજગર,
પરડવા, બાંભણ, કૃષ્ણસર્પ, કંકાહીક, પદ્મનાગણી ઇત્યાદિક ઉરપરિસર્પ હણ્યા, હણાવ્યા; ભુજપરિસર્પ–લ, કેલ, ઊંદર, ગરેલી, ખીલેડી, કાકડા, ગેહ ઈત્યાદિક ભુજપરિસપને હણ્યા હણવ્યા હોય આ ભવે, પરભવે વિરાધના થઈ હોય તે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં.
હવે મહારા જીવે અઢીદ્વિપ મધ્યે ગર્ભજ મનુષ્ય, સંમુર્ણિમ મનુષ્યની વિરાધના કરી, બ્રાહ્મણને ભવે મિથ્યાત્વ સેવ્યાં હોય, અણુગલ પાછું વાવર્યા, તલાવ નદીએ સ્નાન કીધાં હોય, કરાવ્યાં હોય, પત્રાવલે જમ્યા, મહામાસે નાહ્યા, નારતે અધિક માસે નાહ્યા અનેરા પાપને વિષે પ્રવર્યા; ક્ષત્રીને ભવે આહેડી શીકાર કરી કર્મ બાંધ્યાં હોય, વધબંધન કીધાં, છેદન લેદન કીધાં; રાજાને ભવે અન્યાય કીધા, દંડ કીધા, લાંચ લીધી, બંધીબાને નાંખ્યા, ગામ હણ્યાં, કેટવાલને ભવે ત્રાસ પાડયા, મહા આકરા કર કીધા, રાજદંડ ઊપજાવ્યા; ઘાંચીને ભવે તલ પીલ્યા; સરસવ, એરંડા, ખસખસના આરંભ લાગ્યા હોય, ઘાણ કરાવા, કેલુ મધ્યે શેલડી પલાવી; કસાઈને ભવે જીવના છેદન ભેદન કીધાં, મહાપાપ કીધાં, રાકને ભવે જીવના છેદન ભેદન કીધાં, મહાપાપ કીધાં,