________________
આલોયણું.
૮૩
ઈદ્રોપ, ખડમાંકડી, કંસારી, ગંગેલા, ગીંગડા ઈત્યાદિક તેઇંદ્રિયજીવ આરંભ સમારંભ કરતાં વિરાધ્યા હોય. મહારે જીવે ચૌરિંદ્રિય જીવ કરેલીઆ, કંસારી, માંખી, કુતી, વીંછી, તીડ, મચ્છર, ડાંસ, પતંગી, કુદા, ભમરા, ભમરીઓ, કાનખજુરા, ચાંચડ, આગીઆ, ભીડા ઇત્યાદિક ચૌરિંદ્રિય પ્રાણુને અગ્નિએ કરીને, ધુંવાડે કરીને મુઝવ્યા હોય, દીવા ઉઘાડા મુક્યા હોય, ઘી તેલ છાસ દહીં દુધ મધ માખણનાં ભાજન ઉઘાડાં મુક્યાં હોય તે માંહી ચૌરિંદ્રિય જીવની આરંભ સમારંભ કરતાં વિરાધના થઈ હોય તે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં.
મહારે જીવે પંચેંદ્રિય જીવ—જલચર, સ્થલચર, બેચર, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ–જલચર તિર્યંચ પંચેંદ્રિય જીવ મગરમચ્છ, કાચબા. મગર, માછલાં, દેડકાં, ગ્રાહ, સુસુમાર, નક, ચક્ર, જલહસ્તિ, જલઘોડા, જલમાણસો ઇત્યાદિક જલચર જીવ વિરાધ્યા હોય; હવે સ્થલચર જીવ–સીયા, હરણ, રેઝ, સુવર, સંબર, નહાર, ઝરકીયાં, વાઘ, સિંહ, હાથી, ઘોડા, ઊંટ, બળદ, પાડા, ભેંસ, ગાય, ગોધા, કડા,ગાડરા, એકમૃગાં, ગધેડાં, વેસર, રીંછ, વાંદરાં, શ્વાન, બિલાડી, વણીચર, લકડી; છેઢાડી પ્રસુખ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવને પીડા ઉપજાવી હોય આવે, પરભવે, પાપીને ભવે, ચાંડાલને ભવે, પારધીને ભવે, અસુરને ભવે, માંસાહારીને ભવે, મલે૭ને ભવે, નીચ કુળને ભવે, ચમારને ભવે ઈત્યાદિક ભવે વનચર જીવ હણ્યા, હણાવ્યા, મૃગ પાસલે નાખ્યા, આહેડી કરી, શીકાર ખેલી પાપકર્મ બાંધ્યાં, હવે ખેચર જીવ-હંસની જાત, મેરની જાત, બગલાની જાત, કાગડાની જાત, પોપટની