________________
આયણ.
ટેટા, કાલેબરાના ટેટા, પાંચ ઊંબરાની જાતે, મધ માખણ મદિરા માંસ એ ચાર મહા વિગય એમની જાતે, સેમલ, ખાર, તાલકુટ વિષ, અફીણ, કરા, સર્વ જાતની માટી, રાત્રિભજન, છાલ, પંપિટા, બહુબીજ, અનંતકાય, અભક્ષ્ય, રાઈની કેરી, બોલ અથાણું, ઘેલરડાં, અજાણ્યાં ફલ, રીંગણની જાત, ફળ, ફુલ, ગુંદાં, પીલુ, તુંબીફલ, ચલિતરસ, કાળપેકેલી સુખડી, અભક્ષ્ય, અનંતકાય, વાકંદ, લીલી હલદર, આદુ, લીલે કયુરે, સીતાવલી, લીલી વરીઆળી, કુંવર, શેર, લીલી ગળે, વંસકારેલાં, લસણ, ગાજરકંદ, લુણીની ભાજી, નીમલેટાકંદ, કુણ કુંપલ, મોથ, ખરસાણી, ભમરવૃક્ષની છાલ, ખીલેડાં, અમૃતવેલ, ભુમિરૂહ, ધાનના અંકુરા, વઘુલાની ભાજી, કુણી ફલી, કાચી આંબલી, પલંકાનું ઝાડ, આલુ, પીંડાલુ ઈત્યાદિક બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, હરિતકાય સંબંધી પાપ દેષ લાગ્યો હોય તે મન વચન કાયાએ કરીને તસ્સમિચ્છામિ દુક્કડં.
મહારા જીવે ત્રસકાયની વિરાધના કરી હોય-કરમીયા, ઈયલ, લટ, વાલ, કંથમાલ, હુસતા, કચુર, ગાંડરાં, વ્યંતરીયાં ચુડેલ, શંખ, શંખલાં, શીપ, પુરા, જલે, ગડેલાં, અલસીમાં કેડા, મેહેરા ઈત્યાદિક બેઈદ્રિય, તેઈદ્રિય જીવ-ત્રસકાય ગધેયાં, કુંથુવા, જુ, લીખ મારી હોય, માંકડ માર્યા, ખાટલા તડકે નાંખ્યા, ઝાટકા, મંકડા માર્યા, ખાંડ સાકર તેલ ઘીનાં ભાજન ઉઘાડાં મુક્યાં, કીડી મકેડીના બીલ મધ્યે પાણી રેડયાં, છાણું લેતાં જતન ન કીધી, વાસી ગાર રાખી, છાણમધ્યે જીવ ઉપન્યા, લીલાં છાણાં બાળ્યાં, ઘીમેલ, ઉધેઈ, જુઓ, ચોરકીડા, ધનેડાં, ચણા ધાન્ય ઉપડ્યાં, સજીવન ભરડયાં, ખાંડયાં,