________________
આલોયણું.
ચુલા સંધરૂક્યા હોય, ઇંટવા પચાવ્યા હોય, લોહના અગાર પ્રવર્તાવ્યા હોય, અગ્નિકાય સંબંધી રેજગાર કરાવ્યા હોય, ધાણચણા પકાવી વેપાર કરાવ્યા હોય, પંચપર્વી વિરોધી હોય, હિંસા કરાવી હોય ઈત્યાદિક તેઉકાય સંબંધી આરંભ સમારંભ કરતાં પાપ દેષ લાગ્યા હોય તસ્સ મિચ્છામિ દુક્કડં.
મહારે જીવે વાઉકાયના જીવની વિરાધના કરી હોયભમતો વાયુ, મંડલિક વાયુ, મુખનો વાયુ, નિર્મલ વાયુ, ગુંજતો વાયુ, ઘનવાયુ, ઘોદધિ વાયુ, વાયુકાયના જીવની વિરાધના કીધી હોય, મુખે કરીને, વિંઝણે કરીને છેડે કરીને, પછેડીએ કરીને ખેતરખલે ધાન્ય ઉપચ્યાં હોય, પડાઈ,સરણાઈ. ધ્વજા, પતાકા, સુપડા પ્રમુખે કરીને વાયુકાયના જીવની વિરાધના થઈ હોય, ઉઘાડે મુખે બોલ્યા હોય, તાપાકાંત ભણું વાયુની ઈચ્છા હુઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં.
મહારે જીવે વનસ્પતિકાયની વિરાધના કરી હોય, વૃક્ષ છેદ્યાં, થડ છેદ્યાં, ફળ કુલ પત્ર છેદ્યાં હોય, છુંદ્યા હોય, સુડ કીધાં હોય, મુળ કાઢયાં હોય, કઢાવ્યાં હોય, કુણી ફલી, કુણી આંબલી, પક, પાપડી, એલા ખાધા હોય, ખેતર નિંદ્યાં નિંદ્યાવ્યાં હોય, લુણું કરી હોય, વન કપાવ્યાં હોય, આંબા રાયણ, મહુડા, બાવલ, સાગ, સીસમ, વડ, પીંપલ, લીંબડા, ખીજુ, ખાખરા, જાબુ, શેરડી, કેરડા, કલંક, થેર ઈત્યાદિક મેટા વૃક્ષ છેદ્યાં, છેદાવ્યાં, મુલા, ગાજર, સુરણકંદ, આદુ, મેથ, સકરકંદ, રતાલ, પીંડાલુ, ડુંગળી, લસણ, ગરમર, બટાટા, ઊંબરાના ટેટા, વડના ટેટા, પીંપરના ટેટા, પીંપલાના