________________
૭૦
આલોયણું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેશવિરતિ, સર્વવિરતિ તેહની આશાતના કીધી હોય. આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર ઇત્યાદિક કઈ તીર્થની આશાતના કીધી હોય, નિંદા કીધી હોય આભવ માંહી, પરભવ માંહી, અનતા ભવમાંહી કેઈ તીર્થની આશાતના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી અરિહંતની શાખે, સિદ્ધની શાખે પિતાના આત્માની શાખે, ગુરૂની શોએ સર્વ પાપ પ્રતિબંદુ છું, કાંઈ અજાણપણે, મુર્ણપણે તીર્થની આશાતના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં, સર્વ પાપ મુઝને નિષ્ફલ થાઓ. જંગમ તીર્થની આશાતના કરીને કર્મ બાંધ્યાં હાય, સ્થાવર તીર્થની આશાતના કરીને કર્મ બાંધ્યાં હોય, અવર્ણવાદ બેલીને કર્મ બાંધ્યાં હોય, નિંદા કરીને કર્મ બાંધ્યાં હાય, હાંસી કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડં. ૧ મતિ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૩ અવધિ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણય કર્મ બાંધ્યાં હોય, પ કેવળ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય આભવ માંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી જ્ઞાનની વિરાધના કરીને, આશાતના કરીને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુકકતું. હવે જ્ઞાનાવરણીયે કર્મ કેમ બંધાય તે સાત બેલ કહે છે. -૧ સિદ્ધાંત શાસ્ત્ર વિચે, ૨ કુદેવની પ્રશંસા કરે, ૩ જ્ઞાનને વિષે સંદેહ, આણે, ૪. કુશાસ્ત્ર અને કુમતિની