________________
કરે છે, તેમ મૃત્યુ પુરૂષને આયુષ્ય પૂર્ણ થએ લઈ જ જાય છે, પરંતુ તે પુરૂષને તે સમયમાં ( મરણની વખતે) માતા, પિતા અને ભાઈ અંશમાત્ર પણ રક્ષણ કરવાને સમર્થ થતા નથી. (૪૩)
સાવૃત્ત. जीअं जलबिंदु समं, संपत्तीओ तरंग लोलाओ; सुमिणय समं च पिम्म, जं जाणसु तं करिज्जासु. ॥४४॥
હે આત્મન ! જીવવું ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણુના બિંદુ સમાન ચંચળ છે, સંપત્તિઓ સમુદ્રના તરંગ જેવી ચંચળ છે અને સ્ત્રી વિગેરેને પ્રેમ સ્વપ્ન સમાન છે. તે કારણ માટે જે ખરી રીતે તેઓનું અસ્થિ૨૫ણું જાણતા હોય. તે જાણ્યા પ્રમાણે કર. અર્થાત્ પ્રમાદ મૂકી દઈને ધર્મસાધન કર.
થોદ્ધતાવૃત્તમૂ | संझराग जलबुब्बु ओवमे, जीविए अ जलबिंदु चंचले; जुव्वणे य नइवेग संनिभे, पावजीव किमियं न बुझसे ॥४५॥
સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટાની ઉપમાવાળું તથા ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવા ચંચળ જીવિત સતે અને નદીના વેગ સરખા જેવન સતે પણ હે પાપ જીવ ! તું બેધ પામતું નથી એ તે શું !!! (૪૫)
आर्यावृत्तम् । अन्नत्य सुआ अन्नत्थ, गेहिणी परिअणेवि अन्नत्थ । भूअबलिव्च कुडुवं, पख्खित्तं हय कयंतेण ॥ ४६॥