________________
નિંદા કરવા યોગ્ય માઠા કર્મ રૂ૫ યમ રાજાએ, આગળ કહેશે એવા સર્વ કુટુંબને જેમ ભૂતને બલિદાન આપે, તેવી રીતે પુત્ર પુત્રીઓને, હાલી સ્ત્રીને અને પરિવારને જૂદી જૂદી ગતિમાં પહોંચાડયાં છે. (૪૬) जीवेण भवे भवे, मिलियाइ देहाइ जाइ संसारे; ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥ ४७ ॥
હે આત્મન ! સંસારને વિષે જીવે ભવ ભવમાં જે દેહ કર્યા છે, તે દેહની અનંત સાગરે કરીને અર્થાત અનંતા સાગરના પાણીના બિંદુએ કરીને અથવા અનંતા સાગરેપમ કાળે કરીને પણ સંખ્યા નથી કરી શકાતી ! (૪૭). नथणोदयंपि तासिं, सागर सलिलाउ बहुबरं होई । गलिअं रुअमाणीणं, माऊणं अन्नामन्नाणं ॥ ४८॥
જે રડતીઓ અને ઉપરા ઉપર જન્મમાં થએલી માતાઓના શોકથી નીકળતા નેત્રના આંસુ સમુદ્રના પાણીથી પણ અતિશે અધિક હોય છે. (૪૮) जं नरए नेरइआ, दुहाइ पावंति घोरऽणंताइ । तत्तो अणंतगुणियं, निगोअ मज्झे दुहं होई ॥ ४९ ॥
નરકમાં નારકીના છે જે મહા ઘોર અનંત દુઃખ પામે છે, તેથી પણ નિગેટ મધ્યમાં અનંતગણું દુઃખ હોય છે. (૪૯)