________________
૫૦
પુણ્યપ્રકાશનું સ્તવન.
તે. ૮ દુકૃત નિંદા એમ કરીએ, પાપ કરે પરિહાર તો, શિવગતિ આરાધનતણે એ, એ છઠે અધિકાર છે. ૩.
ઢાળ ૬ ઠી. (આદિ તું જોઈને આપણું—એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધો ધર્મ, દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધો ૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીણહર જિનચૈત્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન ૩ પડિક્કમણું સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન- ૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનત, એ સાતમે અધિકાર, ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ, સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધનત્ર ૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ તે સેય. ધન ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યકામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન. ૮ ભાવ ભલી ઘરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધના, એ આઠમે અધિકાર. ધન ૯.
ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણ-એ દેશે.)
હવે અવસર જાણી, કરી સંલેખણ સાર; અણસણ આદરિયે, પચ્ચષ્મી ચારે આહાર; લુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ