________________
પુણ્યપ્રકાશનું સ્તવન.
૫૧
ચારે કીધાં, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક, દુલહો એ વળી વળી, અણુસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધનાશાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણુસણ આરાધી પામ્યા ભવને પાર; શિવ મંદિર જશે, કરી એક અવતાર, આરાધનકે, એ નવમે અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવી મૂકે, શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પુરવનું સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખ, મંત્ર ન કેઈ સાર; ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ ર્યું ભલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનવતી બેહ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવ વધુ સંગ. ૬ શ્રીમતીને એ વલી; મંત્ર ફળે તત્કાળ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ કુલમાળ, શિવકુમારે જોગી, સેવન પુરિસે કીધ એમ એણે મંત્ર, કાજ ઘણુંનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગે; આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખાળી, ભવ ભય રે નાંખે, જિનવિનય કરંતા, સુમતિ અમૃતરસ ચાખે. ૮.
ઢાળ ૮ મી. (નમે ભાવિ ભાવશું એ-એ દેશી) સિદ્ધારથ રાય કુળતિએ, ત્રિશલા માતમહાર તે અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તે. જો