________________
૧૨૯ शोचंति न मृतं कदापि वनिता यद्यस्ति गेहे धनं, तब्बेत्रास्ति रुदंति जीवनधिया स्मृत्वा पुनः प्रत्यहम् ॥ कृत्वा तद्दहनक्रियां निजनिजव्यापारचिंताकुलास्तन्नामापि च विस्मरंति कतिभिः संवत्सरैयोषितः ॥१७॥
સ્ત્રી જે ઘરને વિષે ધન હેય તે મૃત્યુ પામેલા પતિને શોક કરતી નથી અને જે ધન નથી હતું તે આજીવિકાની બુદ્ધિથી તેને દરરોજ વારંવાર સંભારોને રુદન કરે છે. વલી તે સ્ત્રી પતિની ઉર્ધ્વદેહિક ક્રિયા કરીને પછી પોતપોતાના કામમાં આકુલ વ્યાકુલ થઈ છતી કેટલાક વર્ષે તેનું નામ પણ વિસરી જાય છે. ૧૭ अन्येषां मरणं भवानगणयन्स्वस्यामरत्वं सदा, देहिन चिंतयसींद्रियद्विपक्शी भूत्वा परिभ्राम्यसि ॥ अद्य स्वःपुनरागमिष्यति यमो न ज्ञायते तत्वतः, तस्मादात्महितं कुरुत्वमचिराद्धर्म जिनेंद्रोदितम् ॥१८॥
હે દેહધારી! તું બીજાઓનાં મરણને નહિ ગણકારત છતે હમેશાં પિતાના અમરપણાનો વિચાર કરે છે અને તેથીજ તું ઇંદ્રિયરૂપ હાથીઓને વશ થઈ ભટકે છે; પરંતુ મૃત્યુ આજે આવશે અથવા કાલે આવશે તે તત્વથો જાણું શકાતું નથી, માટે તું તરત પિતાના હિતકારક એવા જિનેશ્વરે કહેલા ધર્મનું આચરણ કર. ૧૮ देहे निर्ममता गुरौ विनयता नित्यं श्रुताभ्यासता, मारित्रोज्वलता महोपशमता संसारनिर्वेदता ॥ अंतर्बाह्यपरिग्रहत्यजनता धर्मज्ञता साधुता, साधो साधुजनस्य लक्षणमिदं संसारविच्छेदनम् ॥१९॥