________________
૧૨૦ આત્મપદની નિત્ય ભાવના કરે છે તે વાણુને અગોચર એવા મોક્ષ સ્થાનને પોતાની મેળેજ પામે છે અને તે પ્રાપ્ત થયેલા પદથી ફરી પાછો આવતો નથી. ૯
अयत्नसाध्यं निवार्ण, चित्तत्वं भूतजं यदि । अन्यथा योगतस्तरस्मान्नदुःखं योगिनां कचित् ॥१०॥
જે ચેતના લક્ષણ તત્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતથી ઉત્પન્ન થયેલું જાણીયે તે પછી મોક્ષ, યત્ન કર્યા વિના પણ સાધ્ય છે અને પ્રારબ્ધ ગની અપેક્ષાએ જે તે તત્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતથી ઉત્પન્ન થયેલું ન જાણુયે તો પછી
ગથી મોક્ષ પ્રાપ્તિ છે, માટે દુર્ધર અનુષ્ઠાન અથવા ભેદન છેદનાદિ કઈ પણ અવસ્થામાં યોગીઓને દુઃખ થતું નથી.
स्वमे दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः ॥ तथा जागरदृष्टेऽपि, विपर्यासोविशेषतः ॥१०१॥
જેમ સ્વપ્નાવસ્થામાં નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતો તેમ વિપર્યાસના અવિશિષ પણથી જાગ્રત અવસ્થામાં પણ નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતે તેમ વિપર્યાસના અવિશેષ પણાથી જાગ્રત અવસ્થામાં પણ નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતે.
अदुःखभावितज्ञानं, क्षीयते दुःखसंनिधौ ॥ तस्माद्यथाबलं दुःखै-रात्मानंभावयेन्मुनिः॥१०२॥
કાય ફ્લેશાદિ કષ્ટ વિના એકાગ્રપણાથી એકઠું કરેલું જ્ઞાન દુઃખ પ્રાપ્ત થવાથી નાશ પામી જાય છે, માટે ત્યાગી પુરુષ પિતાની શક્તિને અનુસારે કાયક્લેશાદિ કષ્ટો વડે આત્માને ચિંત્વન કરે છે. ૧૦૨