________________
૧૦૯ तब्रयात्तत्परान्पृच्छे-तदिच्छेत्तत्परो भवेत् ॥ येनाविद्यामयं रूपं, त्यक्त्वा विधामयं व्रजेत् ॥५३॥
તે આત્મસ્વરૂપ પિતે કહેવું, બીજાને પૂછવું, તે આત્મસ્વરૂપને જ ઈચ્છવું અને તેમાં તત્પર થવું કે, જેથી બહિરાત્મરૂપ ત્યજી દઈ આત્મસ્વરૂપને પમાય. એ પ૩ છે शरीरे वाचि चात्मानं, संधत्ते वाक्शरीरयोः ॥ भ्रांतोऽभ्रांतः पुनस्तत्त्वं, पृथगेषां निबुध्यते ॥५४॥
વાણ અને શરીરને વિષે ભ્રાંતિ પામેલો બહિરાત્મા પિતાને શરીરમાં અને વાણીમાં આરોપણ કરે છે. વલી યથાર્થ તે સ્વરૂપને જાણનારો અંતરાત્મા વાણીનાં, શરીરનાં અને. આત્માનાં સ્વરૂપને જૂદા જૂદા જાણે છે. કે ૫૪
न तदस्तीद्रियार्थेषु, यत्क्षेमंकरमात्मनः ॥ तथापि रमते बाल-स्तत्रैवाज्ञानभावनात् ॥५५॥
ઈઢિયાર્થને વિષે તેવું કાંઈ નથી કે, જે આત્માનું કુશલ કરનાર થાય. તે પણ અજ્ઞાની બહિરાત્મા તે ઈદ્રિયેના અર્થને વિષે મિથ્યાત્વના સંસ્કારથી રમે છે. તે ૫૫
चिरं प्रसुप्तास्तमसि, मूढात्मानः कुयोनिषु ॥ अनात्मीयात्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥
અનાદિ મિથ્યાત્વ સંસ્કાર હોવાને લીધે રાશી લાખ કનિમાં દીર્ઘકાલથી સૂતેલા બહિરાત્મા પરમાર્થથી પિતાના સંબંધી નહિ એવા પુત્ર સ્ત્રી વિગેરેને વિષે “હું અને મહારૂં એમ કહેતા છતાં જાગે છે. એ ૫૬ છે