________________
૧૦૮ શરીરને વિષે આત્મદષ્ટિવાલા અર્થાત્ બહિરાત્માને જગત વિશ્વાસ કરવા લાગ્યું અને મનહર લાગે છે, પરંતુ આત્માને વિષે આત્મદષ્ટિવાલા અર્થાત્ અંતરાત્માને જ્યાં વિશ્વાસ અને કયાં રતિ હોય છે ? અર્થાત્ તેને પુત્રાદિકને વિષે વિશ્વાસ અથવા પ્રીતિ હોતી નથી. ૪૯ છે
आत्मज्ञानात्परं कार्य, न बुद्धौ धारयेचिरम् ॥ कुर्यादर्थवशाकिविद्वाकायाभ्यामतत्परः ॥५०॥
આત્મજ્ઞાન વિના બીજું કાર્ય બહુ વખત મનમાં ધારવું નહિ અને તેવું ભોજન વ્યાખ્યાનાદિક કાર્ય કરવું પડે તે તે આસક્તિ રહિત થઈને ફક્ત પોતાના અને પરના ઉપકારના વશથીજ કરવું. . ૫૦ છે
यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यनियतेन्द्रियः ॥ अंतः पश्यामि सानंदं, तदस्य ज्योतिरुत्तमम् ॥५१॥
હું ઈદ્રિય વડે જે શરીરાદિક જેઉં , તે હારૂં રૂપ નથી, પરંતુ ઇન્દ્રિયને સ્વાધિન કરીને હું મ્હારી અંદર ઉત્તમ સુખરૂપ અને ઇંદ્રિયોને અગોચર એવું જે જ્ઞાન જેઉં છું, તે મ્હારૂં સ્વરૂપ છે. પ૧ છે मुखमारब्धयोगस्य, बहिदुःखमथात्मनि ॥ बहिरेवामुखं सौख्य-मध्यात्म भांवितात्मनः ॥५२॥
આત્મસ્વરૂપ જાણવામાં ઉદ્યમવંત થયેલાને બાહ્ય વિષયમાં સુખ થાય છે તથા આત્મ વિષયમાં દુઃખ થાય છે અને યથાર્થ આત્મસ્વરૂપ જાણેલાને બાહા વિષયમાં દુઃખ તથા આત્મ વિષયમાં સુખ થાય છે. તે પર છે