________________
છાયાને વિષે સર્વ જીવોના પડખાને કોઈ પ્રકારે પણ મૂક્તા નથી. તે કારણ માટે ધર્મને વિશે ઉદ્યમ કરે. (૯) कालंमि अणाईए, जीवाणं विविह कम्म वसगां । तं नथि संविहाणं, संसारे जं न संभवइ ॥ १०॥
આદિ રહિત (કાળ, કર્મ, જીવ અને સંસાર એ સર્વેનું અનાદિપણું છે.) કાળચકમાં પરિભ્રમણ કરતા અને નાના પ્રકારના કર્મને વશ થએલા જીવોને, જે સંવિધાન (એકેંદ્રિયાદિક ભેદ) પ્રાપ્ત થએલો સંભવતો નથી. એમ તે નથી. અર્થાત સર્વે એકૅક્રિયાદિક ભેદ એ જીવને થએલા સંભવે છે. (૧૦)
___ अनुष्टुपवृत्तम् ! बंधवा मुहिणो सव्वे, पिअ माया पुत्त भारिया। पेअवणाओ निअत्तंति, दाऊणं सलिलंजलिं ॥ ११ ॥
હે જીવ! બંધ, મિત્ર, માતા, પિતા, પુત્ર અને સ્ત્રી, તે સર્વ મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજળી આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, પરંતુ તેમાંનું કઈ પણ મરણ પામેલા મનુષ્યની સંગાથે જતું નથી. (૧૧)
માતૃત્તમા विहडंति सुआ विहडं-ति वंधवा वल्लहा य विहडंति । इको कहवि न विहडइ, धम्मो रे *जीव जिणभणिओ ॥१२॥
* અહિં–હે, એવું સંબોધન મૂકતાં રે, એવું અધમ સંબોધન મૂક્યું છે, તેનું એ કારણ છે કે, આ જીવને ધર્મ વિના કોઈ પણ સહાયકારી નથી, તે પણ તેને મૂકીને બીજાને સહાયકારી માની બેઠા છે માટે.