________________
દેહને વિષે આત્મબુદ્ધિ કરવાથી પુત્ર ભાર્યાદિ કલ્પના થઈ છે અને તે અનાત્મિક કલ્પનાથી પુત્ર ભાર્યાદિને આત્માની. સંપત્તિ માને છે. હાય હાય ! એજ કારણે પોતાના સ્વપના: જ્ઞાનથી ભ્રષ્ટ થયેલું જગત્ નાશ પામ્યું છે. અર્થાત્ બહિરાત્મા ૫ બન્યું છે. જે ૧૪
मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः ॥ त्यक्त्वनां प्रविशेदंतर्बहिरव्यावृत्तेंद्रियः ॥१५॥
શરીર એજ આત્મા એવી જે બુદ્ધિ તેજ સંસારના દુઃખનું કારણ છે. માટે તે શરીર એજ આત્મા એવી બુદ્ધિને ત્યજી દઈ બહાર અપ્રવૃત્ત છે ઇંદ્રિયો જેની એ પુરુષ અંતરમાં પ્રવેશ કરે છે. અર્થાત્ આત્માને વિષે આત્મબુદ્ધિ કરે છે. જે ૧૫
मत्तश्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् ॥ तान्प्रपद्याहमिति मां, पुरा वेद न तत्त्वतः ॥१६॥
પિતાથી (આત્મ સ્વરુપથી) ચવીને હું ઇંદ્રિયદ્વારે કરીને વિષયને વિષે પડે . અર્થાત્ પ્રવૃત્ત થયેલ છું. માટે તે વિષને (આ મને ઉપકાર કરનારા છે, એવા વિચારથી) અંગીકાર કરીને અનાદિ કાલથી હું મને પિતાને તત્વથી જાણતા નથી. ૧૬ છે
एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदंतरशेषतः॥ एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥१७॥
એ પ્રમાણે કહેલા ન્યાયથી પુત્ર, સ્ત્રી, ધન ધાન્યાદિ લક્ષણવાલી બહિર્વાણીને ત્યજી દઈને પછી હું કર્તા છું, સુખી