________________
स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् ॥ वर्त्तते विधमः पुसां, पुत्रभार्यादिगोचरः ॥११॥
આત્મસ્વરુપ ન જાણનારા પુરુષોને દેહને વિષે પોતાના અને પરના અધ્યવસાયથી પુત્ર સ્ત્રી વિગેરેને ગોચર એ વિભ્રમ થાય છે. અર્થાત અનાત્માપ અને અપકાર કરનારા એવાય પણ સ્ત્રી પુત્રાદિકને અને ધન ધાન્યાદિકને પિતાનો ઉપકાર કરનારા જાણે છે વલી તેમના લાભને વિષે સંતોષ અને અલાભને વિષે પરિતાપ તથા આત્મવધ પણ કરે છે. ૧૧
अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः ॥ येन लोकोङ्गमेव स्वं, पुनरप्यभिमन्यते ॥१२॥
તે વિભ્રમ થકી અવિદ્યા નામવાલે અવિચલ સંસ્કાર થાય છે કે, જે સંસ્કાર કરીને અવિવેકી લોક જન્માંતરને વિષે પણ પિતાનાં શરીરને જ આત્મા માને છે. જે ૧૨ .
देहे स्वबुद्धिरात्मानं, युनत्त्येतेन निश्चयात् ॥ स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥१३॥
શરીરને વિષે આત્મબુદ્ધિ કરનારે બહિરાત્મા પરમાWથી એ દેહે કરીને આત્માને જોડી દે છે. અર્થાત દીધ સંસારી કરે છે અને પિતાના આત્માને વિષે આત્મબુદ્ધિ કરનારે અંતરાત્મા તે શરીરાદિથી આત્માને વિયેગ કરાવે છે. અર્થાત્ મુક્તિ પમાડે છે.
देहेष्वात्मधिया जाताः, पुत्रमार्यादिकल्पनाः ॥ संपत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥१४॥