________________
કર્મના રહિતપણાને વિષે (મોક્ષને વિષે) સુખની ઈચ્છા કરનારાઓનું કમલરહિત જીવસ્વરૂપ કહીશ. ૩
बहिरंतःपरश्चेति, त्रिधात्मा सर्वदेहिषु ॥ उपेयात्तत्र परमं, मध्योपायाबहिस्त्यजेत् ॥४॥
સર્વે પ્રાણીમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે. તેમાં મધ્ય અંતરાત્માના ઉપાપથી પરમાત્માને પામવું તથા બહિરાત્માને ત્યજી દે. ૪
बहिरात्मा शरीरादौ, जातात्मभ्रांतिरांतरः ॥ चित्तदोषात्मविभ्रांतिः परमात्मातिनिर्मलः ॥५॥
શરીર, વાણી, મન ઈત્યાદિકને વિષે આત્મા એવી જેની બ્રાંતિ થાય તે બહિરાત્મા જાણવો. ચિત્ત, દેષ અને આત્મા તેમને વિષે જેની ભ્રાંતિ નાશ પામે અર્થાત્ ચિત્તને ચિત્તપણથી, દોષો ને દેષપણાથી અને આત્માને આત્માપણાથી જાણે તે અંતરાત્મા જાણે અને જેને સર્વ કર્મમલ ક્ષય થઈ ગયા હોય તે પરમાત્મા જાણ. . પ . निर्मलः केवलः शुद्धो, विविक्तः प्रभुख्ययः ॥
परमेष्टी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥६॥ કર્મના મલરહિત, શરીરાદિ સંબંધ રહિત, દ્રવ્યભાવ કર્મના અભાવથી અત્યંત શુદ્ધ, શરીર અને કર્મથી ન સ્પર્શ થયેલે ઇંદ્રાદિકનો સ્વામી, નહિ આવે તે ઇંદ્રાદિ દેને વાંદવા યોગ્ય પદને વિષે રહેલે, સંસારી જીવાથી ઉત્કૃષ્ટ, નિરંતર ઉત્તમ એશ્વર્યયુક્ત અને સર્વ કર્મને ઉખેડી નાખનારે જે હેય તે પરમાત્મા જાણ. . ૬