________________
વાઘછ કમળશીના નામે મહિનાના ધર, ભાઈ કસ્તુરભાઈના નામે માગશર સુદ ૧૧ અને તેમના માતુશ્રીના નામે કાર્તિક શુ. ૫ ના કાયમી પારણુ માટે મળી બે હજાર ઉપરની રકમ ભાઈ મેહનભાઈ તથા ગુલાબચંદ ભાઈ તરફથી શ્રીસંધને સુપ્રત થઈ હશે.
આ તો વઢવાણ શહેરની જ વાત થઈ જ્યારે પાલીતાણા-ભાવનગર-વાંકાનેર–લીંબડી-વઢવાણ કેમ્પ આદિ ઘણા સ્થળે ચાલતાં વર્ધમાન તપખાતામાં આયંબિલ કરાવવાને ચોક્કસ કાયમ તિથિઓ નોંધાવવામાં, નવપદ પૂજા ભણાવવામાં આ કુટુંબ તરફથી સારી રકમ અપાયેલ છે.
જ્ઞાનારાધનાં-નો લાભ પણ તેઓ નથી ચૂકયા. લીંબડીના પ્રાચીન જ્ઞાનભંડારના જીર્ણોદ્ધારમાં ભાઈ મગનલાલ તરફથી લગભગ અઢી હજારનો ખર્ચ કરવામાં આવ્યો હશે તેમજ લીંબડીમાં ચાલતી શ્રી મગનલાલ ભુરાભાઈ બેડીંગમાં પણ મગનભાઈ તથા ગુલાબચંદ ભાઈ તરફથી ૭૫૦-૫૦૦ ની સખાવત થયેલી. શ્રી પાલીતાણા જેન ગુરુકુળ તરફ તેમને ઉદાર હાથ લંબાવવાને નથી ચુકયા. તેમજ વઢવાણ કેમ્પની પાઠશાળાના બાળકોને કાયમી માસિક મદદ તથા બેટાદ પાઠશાળામાં પણ પ્રાસંગિક મદદ કરેલી જણાઈ છે.
પુસ્તક પ્રકાશનમાં પણ તેમની જ્ઞાનારાધનાની નાક વહેલ છે. અને શ્રી જૈન ધર્મપ્રસારક સભા તરફથી બહાર પડેલ ધમ્મિલચરિત્ર, જયાનંદકેવળીનું ભાષાંતર આ ગ્રંથનું પ્રકાશન પણ તેમની સખાવતને આભારી છે.
શ્રાવક-શ્રાવિકા-ખાતે આજના સ્વામીભાઈને હાય આપવામાં પણ મેહનભાઈ તરફથી હજારેક રૂપિયા ખર્ચાયા હશે જયારે
જીવદયા ખાતામાં પણ તેટલી જ રકમ મેહનભાઈ તરફથી આપવામાં આવી છે.