________________
તેમાં જરૂરી ફરનીચર- પુસ્તકાદિ વસાવીને આ દરેક ખાતાની તપગચ્છ શ્રી સંઘને સોંપણી કરી દીધી છે.
તીર્થભક્તિ એ પણ ભાઈ મોહનલાલનું ખાસ ધ્યેય હતું અને બને તે સંઘ કાઢવાની તેમની ઇચ્છા હતી. આ વાત લક્ષમાં રાખીને ભાઈ મોહનલાલનાં વિધવા પત્નીએ શ્રી સિદ્ધાચલની નવાણું યાત્રામાં ખર્ચ કર્યો તેમજ શ્રી ગિરનારજી જીર્ણોદ્ધાર, શ્રી સિદ્ધાચલ ઉપર મેંદીની ટુંકમાં દેરીઓનો જીર્ણોદ્ધાર વગેરેમાં ત્રણે ભાઈઓ તરફથી એકંદર ત્રણેક હજારનો ખર્ચ કરવામાં આવ્યો હશે. શ્રી ભાવનગરથી નીકળેલા શ્રી સમેતશિખર સંધનું તથા રાધનપુરથી શેઠ જીવાભાઈ પ્રતાપભાઈના શ્રી સિદ્ધગીરીના સંધનું વાત્સલ્ય આદિ યાત્રા સંધની ભક્તિનો લાભ લેવા અને ભાઈ ગુલાબચંદભાઈ તરફથી શ્રી સંખેશ્વરછમાં તેમના ધર્મપત્નીના પુણ્યાર્થે એરડે બંધાવી દેવામાં આવ્યો છે. જ્યારે તલાટી ભાતાઓમાં હજારેક રૂપીયાની સખાવત થઈ હશે. વઢવાણ શહેરના જિનાલયમાં ભાઈ મેહનલાલ તરફથી રૂા. હજારેકના ખર્ચે ચાંદીનો ત્રિગડે અને વઢવાણ કેમ્પમાં ભાઈ ગુલાબચંદ તરફથી તેવો જ ત્રિગડો કરાવી અર્પણ કરેલ છે તથા વઢવાણ કેમ્પમાં લગભગ તેટલા જ ખર્ચે મૂલગભારા, પબાસણ ઉપર ચાંદી મઢેલ મંડપ કરાવવાનો પ્રચાર શરૂ કરેલ છે. અને જોરાવરનગરમાં ભાઈ શાંતિલાલ ગુલાબચંદ તરફથી ત્રણ બિંબ લાવવા અને ગુલાબચંદ તરફથી જોરાવરનગરમાં પ્રભુના આભૂષણે કરાવી દેવામાં આવ્યાં છે. અને વઢવાણ શહેરમાં ભાઈ ગુલાબચંદ તરફથી કાયમી સ્નાત્ર માટે રૂા. ૧૩૦૦ શ્રી સંઘને સુપ્રત કર્યો છે.
આયંબીલ, ઉજવણા અને પારણા-એ પણ તેમના સખાવત ક્ષેત્રમાં સારો ભાગ રેકે છે. જેવાકે વઢવાણ શહેરમાં સંઘના (લીંબડાવાળા) ઉપાશ્રયે આ માસની કાયમી ઓળી, શેઠ