________________
૮૩
શ્રી ભાવપ્રકરણ (૨) ભાવ–સર્વ થઈને (૩૩) ભાવો હોય. અવિરતિએ ઉપશમભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાપશમિકના જ્ઞાન ૩, દર્શન ૩, લબ્ધિ ૫ અને સમ્યક્ત્વ એ (૧૨) ભાવ, દયિકના પૂર્વે કહ્યા તે (૧૯) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ મળીને ( ૩૫ ) ભાવ હોય. દેશવિરતિએ ઉપશમભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષપશમિક ભાવના બારમાં દેશવિરતિ સહિત કરતાં (૧૩) ભાવ, ઔદયિકના ઓગણીશમાંથી નરકગતિ, દેવગતિ વિના (૧૭) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૩૪) ભાવ હાય. પ્રમત્ત ઉપશમભાવનું સમ્યક્ત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત કરતાં અને મન:પર્યવજ્ઞાન નાખતાં (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના (૧૫) ભાવ, પરિણામિક ભાવ ( ર ) ભાવ-સર્વ થઈને ( ૩૩ ) ભાવ હોય. અપ્રમત્તે ઉપશમભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાપથમિક ભાવે એ જ (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના પંદરમાંથી પેલી ત્રણ લેશ્યા વિના (૧૨) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ થઈને (૩૦) ભાવ હોય. અપૂર્વે ઉપશમભાવનું સમ્યકત્વ, ક્ષાયિકભાવનું સમત્વ, ક્ષપશમ ભાવે ક્ષપશમ સમ્યક્ત્વ વિના (૧૩) ભાવ, દયિક ભાવે પૂર્વના બારમાંથી તેજે અને પલેશ્યા વિના (૧૦) ભાવ, પરિણામિકના ( ૨ ) ભાવ–સર્વ થઈને ( ર૭ ) ભાવ હોય. અનિવૃત્તિઓદરે ઉપશમભાવનું સમ્યકત્વ અને ચારિત્ર (૨) ભાવ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષયોપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ, દયિક ભાવે તે જ (૧૦) ભાવ, પરિણામિક ભાવે ( ૨ ) ભાવ-સર્વે થઈને (૨૮) ભાવ હાય. દશમાં સૂક્ષ્મસંપાયે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર, ક્ષાયિક ભાવનું સમ્યકત્વ, ક્ષયોપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ. દયિક ભાવે અસિદ્ધત્વ, શુકલ લેશ્યા, સંજવલન લોભ, અને ૧ મનુષ્યગતિ એ (૪) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૨૨) ભાવ હાય. અગિયારમાં ઉપશાંત માહે ઉપશમ ભાવના ( ૨ ) ભાવ, ક્ષાયિક ભાવનો (૧) ભાવ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી ક્ષાપશમિક ચારિત્ર વિના (૧૨) ભાવ, ઔદયિક ભાવે સંજવલન લાભ વિના (૩) ભાવ, પારિણુમિકભાવે (૨) ભાવ–સર્વ થઈને (૨૦) ભાવ હેય. ક્ષીણુમેહે ઉપશમ ભાવના બે ભાવ રહિત ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર એ બે. ક્ષપશમભાવે તે જ (૧૨) ભાવ, દયિકભાવે તે જ (૩) ભાવ, પરિણમિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૧૯) ભાવ હોય. સગીએ ક્ષાપશમિકભાવ વિના, ક્ષાયિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સભ્યત્વ અને ચારિત્ર એ (૯) ભાવ, ઓદયિકના (૩) ભાવ, પરિણામિકભાવે ભવ્યત્વ વઈને એક જીવત્વ–સર્વ થઈને (૧૩) ભાવ હાય. અગી ગુણઠાણે ક્ષાયિક ભાવના (૯) ભાવ, ઔદયિક ભાવના શુકલ લેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ ૨) ભાવ, પરિણામિકભાવે (૧) ભવ્યત્વ–સર્વ થઈને (૧૨) ભાવ હોય.