________________
પ્રકરણસંગ્રહ
હવે સભ્યત્વને સડસઠ ભેદ વિશુદ્ધ વ્યવહારથી કહે છે – मू०-तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सदहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥
અર્થ:–“(તિરુદ્રિ) ત્રણ શુદ્ધિ, (&િા) ત્રણ લિંગ, (૪ ) પાંચ લક્ષણ, (ફૂલ) પાંચ દૂષણ, (મૂar) પાંચ ભૂષણ, (માવા) આંઠ પ્રભાવક, (બાપજી) છ આગાર, (રહૃપા ) ચાર સદ્રહણ, (૪થઇ ) છ જયણ, (ભાવ) છ ભાવના, (તા) છ સ્થાન, (વિજય ) દશ વિનય (ગુpri૬) ગુગુણ વિગેરે જાણવા.” ૨૪ (છેલ્લો શબ્દ વિચારણીય છે )
વિસ્તરાર્થ– ત્રણ શુદ્ધિ-મનશુદ્ધિ ૧, વચનશુદ્ધિ ૨ અને કાયશુદ્ધિ ૩. ત્રણ લિંગ-ધર્મશ્રવણની ઈચ્છા ૧, ધર્મરાગ ૨ અને દેવગુરુની વૈયાવચ્ચ ૩. પાંચ લક્ષણ–ઉપશમ ૧, સંવેગ ૨, નિર્વેદ ૩, અનુકંપા ૪ અને આસ્તિક્ય છે. પાંચ દૂષણ–શંકા ૧, કાંક્ષા ૨, વિચિકિત્સા ૩, મિથ્યાત્વની પ્રશંસા ૪ અને
મિથ્યાત્વીનો પરિચય ૫. પાંચ ભૂષણ-જિનશાસનમાં કુશળતા ૧, શાસનની પ્રભાવના ૨, તીર્થસેવા ૩,
ધર્મમાં નિશ્ચળતા ૪ અને શુદ્ધ દેવગુરુની ભક્તિ ૫. આઠ પ્રભાવક–શાસ્ત્ર પારગામી ૧, અપૂર્વ ધર્મોપદેશક ૨, પરવાદીને નિરુત્તર
કરનાર ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, મંત્ર અને વિદ્યામાં પ્રવીણ ૬,
સિદ્ધિસંપન્ન ૭ અને શ્રેષ્ઠ કાવ્ય રચનાર ૮. છ આગાર–રાજાભિગ ૧, ગણુભિગ ૨, બેલાભિયોગ ૩, દેવાભિગ ૪,
કાંતારવૃત્તિ ૫ અને ગુરૂનિગ્રહ ૬. ચાર સદહણુ-પરમાર્થ સંસ્તવ ૧, પરમાર્થ જ્ઞાનીની સેવા ૨, કુગુરુને ત્યાગ
૩ અને કુદર્શનનો ત્યાગ ૪. છ જયણુ-પરતીર્થિકાદિકને વંદન કરવું ૧, તેમને નમસ્કાર કરવા ૨, તેમને પાત્ર
બુદ્ધિએ એક વાર દાન આપવું ૩, વારંવાર દાન આપવું ૪, તેમની સાથે
આલાપ-એક વાર બોલવું ૫, સંલાપ–વારંવાર બોલવું ૬, એનું વજન. છ ભાવના–સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે ૧, ધર્મરૂપ નગરનું દ્વાર છે. ૨, ધર્મરૂપ
મહેલનો પાયો છે ૩, ધર્મને આધાર છે ૪, ધર્મનું ભાજન છે અને ધર્મનું નિધાન છે ૬. આ પ્રમાણે ભાવવું તે ભાવના.