________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૩ પામેલાઓને (. sfv) સ્વમને વિષે પણ (સમાધિષે ર ) સમાધિનું સુખ હોતું નથી. સમાધિ સુખની પ્રાપ્તિ તો યથાસ્થિત તત્ત્વસ્વરૂપને જાણનાર તેમજ સંકલ્પ, ચિંતા અને ઇંદ્રિયના વિષયોથી જે વિરક્ત હોય તેને જ થાય છે અને તેને સંસારના દુઃખ પણ કદર્થના કરી શકતા નથી. ૩૧.
જનરંજન માટે અનેક ગ્રંથે ભણ્યા કરતાં તત્ત્વજ્ઞાનને એક જ કલેક ભણો સારો છે, તે વાતને દષ્ટાંત સહિત કહે છે:श्लोको वरं परमतत्त्वपथप्रकाशी,न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । संजीवनीति वरमौषधमेकमेव,व्यर्थश्रमप्रजननोन तुमूलभारः ३२
અર્થ –(રમતત્ત્વપથપ્રકાર) પરમ તત્ત્વમાર્ગને-મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર ( : ) એક લેક પણ (૨૪) સારે છે–શ્રેષ્ઠ છે, પરંતુ (કાનાર) લોકને રંજન કરવા માટે (પ્રાથપિન) કરેડ ગ્રંથોનું (લોકોનું) ભણવું તે (ર) સારું નથી. જેમકે (સંજીવની તિ) સભ્યપ્રકારે વ્યાધિ, જરાદિકનો નાશ કરીને પ્રાણીને જીવાડે એટલે આયુષ્યની વૃદ્ધિ કરે તેવી સંજીવની એવા નામની (ઘમેવ) એક જ (ચૌષધં) ઓષધિ (૪) શ્રેષ્ઠ છે. (સુ) પરંતુ(ચત્રમશનનઃ) રોગાદિકને નાશ ન કરવાથી તથા આયુષ્યની વૃદ્ધિ નહીં કરવાથી વ્યર્થ-ફોગટ જ * માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર (મૂત્રમાર) વૃક્ષના મૂળીયાને સમૂહ (7) શ્રેષ્ઠ નથી.
વિવેચન –આ કાવ્યમાં કાવ્યર્તા આ પ્રાણીને બહુ પ્રયાસ કરવાનો નિષેધ કરી અલ્પપ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કુંચી બતાવે છે. તે કહે છે કે-હે ભવ્ય પ્રાણી ! તમે અનેક ગ્રંથ ભણવા વાંચવાનો પ્રયાસ જે લોકરંજન માટે કરો છો, સારા સારા વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને શ્રોતાઓને રીઝવ છો તેમાં ઘણા પ્રયાસ પડે છે અને આત્માને ગુણ થતો નથી, તેથી તેવું નહીં કરતાં માત્ર આત્મતત્ત્વને જ જણાવનાર એટલે મોક્ષમાર્ગને બતાવનાર એક જ કલાકનો સારી રીતે અભ્યાસ કરી, સમજી, વિચારી, વારંવાર મનન કરી, તેમાં જ લીન થઈ આત્માને જ આનંદ આપો તો થોડા પ્રયાસે મોટો લાભ પ્રાપ્ત કરશે. ૩૨.
જ્યાં સુધી ચિત્તની સ્વસ્થતા ન હોય ત્યાં સુધી જ વિષયાદિકનો અભિલાષ વૃદ્ધિ પામે છે, પરંતુ મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય તે પછી કાંઈ પણ અભિલાષા રહેતી જ નથી, તે ઉપર કહે છે – तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा॥