SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ w ૨૯૨ પ્રકરણસંગ્રહ. જ મટે યોગ છે અને સ્ત્રી, ધનાદિક સાંસારિક વિષયોમાં મનની એકાગ્રતા કરવી તે કેવળ સંસારભ્રમણનું જ કારણ છે, તથા જીવાજીવાદિક તત્ત્વોની વિચારણા કરવી તે જ ખરું જ્ઞાન છે, ઇતિહાસ, ભૂગોળ વિગેરેનું જ્ઞાન તો સંસારની આસક્તિનું જ કારણ છે. તથા સમાધિથી ઉત્પન્ન થયેલું જે સુખ તે જ સાચું સુખ છે, વિષયેથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક અને નશ્વર હોવાથી તથા ઉપાધિજન્ય હોવાથી પરિણામે દુઃખરૂપ જ છે. આ પ્રમાણે મનની એકાગ્રતા, તત્ત્વજ્ઞાન અને સમાધિ સુખ એ ત્રણ જ સંસારમાં સારભૂત છે, તે સિવાય બીજું સર્વ અસાર છે. ર૯. - મનોલયાદિકે કરીને જ્યારે ચિત્ત પ્રસન્ન થાય છે ત્યારે સિદયાદિક સર્વ વિષ સમાન લાગે છે, તે કહે છે – याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाञ्चनधातुवादाः। ध्यानानि मन्त्राश्च समाधियोगा-श्चित्ते प्रसन्ने विषवद्भवन्ति ॥३०॥ અર્થ –(ાર) જે (કુર્ણમા ) દુર્લભ એવી ( જિ) આઠે (લિયા) અણિમાદિક સિદ્ધિઓ, જે દુર્લભ એવું (રસાયનં) રસાયણ છે, (ર) અને (આસન) અદશ્યાદિક અંજન, (ધાતુવારા) ધાતુવાદ, (સ્થાનાનિ ) ધ્યાન, (મન્નાશ્વ ) વશીકરણાદિક મંત્ર, (માધિ :) સમાધિ અને વેગ, આ સર્વે (જિત્તે પ્રા) ચિત્ત પ્રસન્ન હોય ત્યારે (વિધવત્ મવત્તિ) વિષ સમાન લાગે છે. અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે પહોંચેલ પ્રાણીને આ સર્વ કાંઈ પણ સારા લાગતા નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું એ જ તેને આનંદદાયક લાગે છે; કારણ કે અણિમાદિક સિદ્ધિઓ વિગેરે પ્રાપ્ત થવાથી તેના તુચ્છ આનંદમાં જે પ્રાણ મગ્ન થાય તો તે આત્માનંદથી ભ્રષ્ટ થાય છે, તેથી આત્માનંદીને તો તે સર્વ ઝેર સમાન લાગે છે. ૩૦. કેવા અને સમાધિ સુખ મળી શકતું નથી ? તે બતાવે છે– विदन्ति तत्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये। संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ३१ અર્થ – સં૫) મનની અસ્થિરતાને લીધે કર્તવ્ય કે અકર્તવ્યને વિષે નિશ્ચયપણુરહિત હોવાથી થતા સંકલ્પ-વિક૯પવડે,(વિસ્તા) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના અને અનિષ્ટ વસ્તુના વિયોગના ઉપાય સંબંધી વિચારવડે અને (વિષા) પાંચે ઇંદ્રિના વિષયવડે ( સલ્લા ) આકુળ-વ્યાકુળ થયેલા (જે) જે જીવો હોય છે તે () નિચે (થાથd ) યથાર્થપણે (તત્ત્વ) તત્ત્વને (ન વિનિત) જાણતા જ નથી, (i) તેઓને-(સંપાય) સંસારના દુઃખાવડે (જfથતાન) વિડંબના–પીડા
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy