________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૭૧ એમ એક એક વધારતાં () દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા, તેથી અગિયાર સિદ્ધ (vi ) અનંતગુણહીન, એમ એક એક વધારતાં યાવત્ (વિતા ૨) વીશ સુધી અનંતગુણહીન કહેવા. એ પ્રમાણે અલોકાદિકને વિષે જાણવું.
જ્યાં જ્યાં વીશપૃથકત્વસિદ્ધ થતા હોય ત્યાં પ્રથમના ચોથા ભાગે સંખ્યાતગુણહીન, બીજા ચેથા ભાગને વિષે અસંખ્યાતગુણહીન અને ત્રીજા ચોથા ભાગથી માંડીને ઉપર સઘળે ઠેકાણે અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં દશ દશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ કહેવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ સંખ્યાતગુણહીન. (તિ) તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણહીન, () તેથી પાંચ પાંચ સિદ્ધ અસંખ્યાતગુણહીન, ત્યાંથી આગળ છ સિદ્ધ અનંતગુણહીન. એમ એક એક વધારતાં ( ર ) દશ સિદ્ધ સુધી અનંતગુણહીન કહેવા. | (sઠ્ઠથતા) યવમથ્યાદિકમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં ચાર સુધી આદિના સંખ્યાતગુણહીન તે આ પ્રમાણે-એક એક સિદ્ધ સર્વથી અધિક તેથી બે બે સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ સંખ્યાત ગુણહીન, પછી એક એક વધારતાં પાંચથી આઠ સુધી અનંતગુણહીન કહેવા. ૪૯,
બીજી ગાથાને અર્થ–બે બે સિદ્ધમાં (ા દુ) એક એક સિદ્ધ સર્વથી અધિક, (i) તેથી બે બે સિદ્ધ અનંતગુણહીન લવણાદિકમાં સમજવા. ચાર ચાર સિદ્ધમાં ( ટુ થg ) ઊર્વલોકમાં એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બેબે સિદ્ધ (અવંa) અસંખ્યાતગુણહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ (અંતહીના ) અનંતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અનંતગુણહીન કહેવા.
એવી રીતે દ્રવ્યપ્રમાણને વિષે વિસ્તારપૂર્વક સંનિકર્ષદ્વાર કહ્યું. બાકીના દ્વારને વિષે સિદ્ધપ્રાભૂત ટકાથકી વિશેષ જાણવું. (૨) સિદ્ધાજ સર્વ) પૂર્વોક્ત પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થએલ સિદ્ધનાજીનું સ્વરૂપ (સ્ટિદ્ધિ વૈજૂfટું) સિદ્ધપ્રાભૂતથકી શ્રી દેવેંદ્રસૂરિએ લખ્યું છે.
કે ઈતિ શ્રી દેવેન્દ્રસૂરિવિરચિત સિદ્ધપંચાશિકા
પ્રકરણ સાથે સમાપ્ત,
-
-
Tu