________________
7 श्रीमद्देवेन्द्रसूरिविरचिता છે. શ્રી નિરંવાલા
सिद्धं सिद्धत्थसुअं, नमिउं तिहुअणपयासयं वीरं । सिरिसिद्धपाहुडाओ, सिद्धसरूवं किमवि वुच्छं ॥१॥
અર્થ:-(શિ ) પ્રસિદ્ધ (તિદુબળપવાસઘં) ત્રણ ભુવનમાં કેવલજ્ઞાનવડે પ્રકાશ કરનારા (જિસ્થgai ) સિદ્ધાર્થ રાજાના પુત્ર ( ર ) શ્રી મહાવીરસ્વામીને (નામઉં) નમસ્કાર કરીને (વિરતિપાદુકામ) શ્રી સિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધરીને (સિદ્ધાજં ) સિદ્ધ ભગવાનનું સ્વરૂપ (સિમર કુષ્ઠ ) કાંઈક કહીશ. ૧.
વિવેચન-(સિદથrs ) એ પદનો અર્થ આવી રીતે પણ થાય છે. સિદ્ધ એટલે અચલ છે અર્થ-જીવાદિ પદાથો શ્રુતમાં-દ્વાદશાંગરૂપ સિદ્ધાંતમાં જેના એવા અથવા સિદ્ધ થયા છે ( મોક્ષપ્રાપ્તિરૂપ ) અર્થ જેમના એવા સુત એટલે ગણધરાદિ શિષ્યો છે જેમને એવા અથવા સિદ્ધાર્થ એટલે નિકિતાર્થ-જેમના સવે સૂવે પ્રયજન સમાપ્ત થયા છે એવા અથવા સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કાંઈક કહીશ. ( જેમણે પૂર્વે બાંધેલા આઠે કર્મો ક્ષય કર્યા હોય છે તે સિદ્ધ ભગવાન કહેવાય છે. )
संतपयपरूवणया, दत्वपमाणं च खिंत्त फुसैंणा य । कालो य अंतरं तह, भावो अप्पाबद्दू दारा ॥ २ ॥
અર્થ –(સંતપથવિયા) ૧ છતા પદની પ્રરૂપણ દ્વાર. (શ્વપમાં ૪) ૨ દ્રવ્ય પ્રમાણે દ્વાર, એટલે કેટલી સંખ્યા મોક્ષમાં છે તે. (ત્તિ) ૩ ક્ષેત્ર દ્વાર, ક્યા કયા ક્ષેત્રમાંથી સિદ્ધ થાય તે. ( ) ૪ સ્પર્શના દ્વાર, સિદ્ધના જીવોને સ્પર્શના કેટલી હોય તે. (ાઢો ૨) ૫ કાળ દ્વાર, સિદ્ધના જીવોની સ્થિતિનો સાદિ અન તાદિ કાળ કહેવો તે. (ત તા) ૬ અંતર દ્વાર, સિદ્ધના જીવોનું અંતર કહેવું તે. (માવો) ૭ ભાવઢાર, સિદ્ધના જીવો કયે ભાવે તે છે તે. (અgવદૂ રાણા) ૮ અપહત્વ દ્વાર, એટલે સિદ્ધના જીવોને પરસ્પર થોડાઘણું કહેવા તે. ૨.
૧૮