SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કે ધર્મપરીક્ષા બાબતને સ્પષ્ટ કરે છે કે) મુગ્ધજીવોને તો “બધા દેવો પૂજ્ય છે” ઈત્યાદિ પોતાની માન્યતામાં તે અનાભિગ્રહિક ગુણરૂપ છે. જે યોગબિન્દુમાં બતાવેલ જ છે. (પૂર્વપક્ષ : તો પછી સિદ્ધસેનદિવાકરજીના પાઠનું શું ? તેમાં તો તેઓએ અનાભિગ્રહિકોને આભિગ્રહિક જેવા કહીને અનાભિગ્રહિક મિથ્યાત્વને તીવ્ર, અનર્થકારી જ બતાવેલ છે. તમે યોગબિન્દુ પ્રમાણે અનાભિગ્રહિકને સારૂં બતાવો છો. તો શું સિદ્ધસેનજીએ ઉત્સૂત્રપ્રરૂપણા કરી છે.) ઉપાધ્યાયજી : (ભાગ્યશાળી ! તું એમના પાઠનો ખોટો અર્થ કરી, પછી એમના ઉપર ઉત્સૂત્રપ્રરૂપણાના આરોપ મૂકે એ ઉચિત ન ગણાય.) એ પાઠમાં એમણે વિશેષજ્ઞો - જાણનારોઓનું પણ માયાદિ વડે માધ્યસ્થ્યપ્રદર્શન જ દોષ રૂપ બતાવેલ છે. = (આશય એ છે કે જેઓ વીતરાગદેવની ગુણવત્તાને જાણે છે, ઈતરદેવોની દોષવત્તાને જાણે છે. તેમ છતાં કોઈને ઠગવા માટે, પોતે ઈતરદેવોને જ માનતો હોવાને (કદાગ્રહને) લીધે કે એવા કોઈ મલિન આશયથી બધા દેવોને સમાન ગણે, તો એનું માધ્યસ્થ્યપ્રદર્શન દોષરૂપ ગણાય. પણ જેઓ આ બધું જાણતા જ નથી અને એટલે બધા દેવોને સરખા માને છે, તેઓને એ માધ્યસ્થ્ય દોષરૂપ ન બને.) (દા.ત. કોઈક ચારિત્રભ્રષ્ટ સાધુ મુમુક્ષુને પોતાનો શિષ્ય બનવા માટે સમજાવતા હોય, પેલો મુમુક્ષુ બીજા સદ્ગુરુ પાસે દીક્ષા લેવા માંગતો હોય. એ વખતે બહારથી આવેલ ભોળો શ્રાવક આ વાતચીત સાંભળી એમ બોલે છે કે “બધા સાધુ સરખા જ છે ને ? આપણે દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવાનું છે. એમાં અમુક જ પાસે લેવાનો આગ્રહ શા માટે ? આ તો રાગ કહેવાય.” આ શ્રાવકનું આ માધ્યસ્થ્યપ્રદર્શન એના માટે દોષરૂપ નથી. કેમકે એ કુગુરુની કુગુરુતાને અને સદ્ગુરુની સદ્ગુરુતાને જાણતો જ નથી. પણ આ જ ભ્રષ્ટ સાધુનો જુનો શિષ્ય પોતાના ગુરુની કુગુરુતાને બરાબર જાણતો હોવા છતાં પોતે પણ તેવો જ હોવાથી પેલા મુમુક્ષુને સમજાવે કે “બધા સાધુઓ સરખા જ છે, સરખો આચાર પાળે છે.” તો એનું આ માધ્યસ્થ્યપ્રદર્શન ચોક્કસ દોષરૂપ બને. એટલે અવિશેષજ્ઞનું માધ્યસ્થ્ય એ અનાભિગ્રહિક છે અને એને આ શ્લોકમાં દોષરૂપ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૪૪
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy