________________
******
ધર્મપરીક્ષા
જેને કમાણી સાથે જ નિસ્બત છે એવા વેપારીઓ કોઈક સાથે ધંધો કરીને થોડી કમાણી કરે અને પછી બીજા કોઈ સાથે ધંધો કરવામાં મોટી કમાણીની શક્યતા દેખાય તો પેલા સાથે ધંધો કરવાનો બાજુ પર મૂકીને એ નવા ધંધા પણ કરવાનો જ.
એમ વ્યુત્પન્ન આત્માને રાગદ્વેષહાનિ, પ્રસન્નતા, મોક્ષાદિ પદાર્થો સાથે નિસ્બત છે. એ વિષયમાં એને થોડી ઘણી સફળતા પોતાના અજૈનધર્મની ક્રિયાથી મળે, એટલા માત્રથી એ કઈ અજૈનધર્મને સર્વસ્વ માની લેવાની ભુલ ન કરે. એ તો વધુને વધુ લાભ કરાવનારી ક્રિયાઓ તરફ નજર દોડાવે. એને અંદાજ આવે કે આ સ્થૂલઅહિંસા, સ્થૂલસત્યથી આટલો લાભ થયો, તો આ વધુમાં વધુ આચરવાથી વધુને વધુ લાભ થશે. એટલે એ વધુને વધુ લાભ જેમાં હોય તેમાં પ્રવૃત્તિ કરે જ.
એટલે વ્યુત્પન્નો પોતાના ધર્મની સુંદર ક્રિયાઓ કરે તોય એ ક્રિયાઓ એમને માર્ગાનુસારિતા લાવી આપી દે.
પણ અવ્યુત્પન્ન અને અભિનિવેશીઓની વાત જુદી છે. તેઓ પોતાના ધર્મની સારી ક્રિયા કરે તેમાંય આ સારા ધર્મની ક્રિયા છે આવા પ્રકારનો સ્વમતરાગ કામ કરતો હોય. અવ્યુત્પન્નો ભલે પેલા કદાગ્રહી જેવા ન હોય, તોય તત્ત્વાભિમુખતા ન હોવાથી જ્યાં હોય, જે કરતા હોય એને સારું-સુંદર માનીને કર્યા કરે. એમાં વાસ્તવિક્તાનો તો વિચાર જ ન કરે.
(દા.ત. દિગંબરકુળમાં જન્મેલાઓ દિગંબરમતના આચાર-વિચાર પ્રમાણે પ્રવર્તે, શ્વેતાંબરમાં જન્મેલાઓ શ્વેતાંબરમતના આચાર-વિચાર પ્રમાણે પ્રવર્તે. મૂર્તિપૂજક કુળમાં જન્મેલાઓ પ્રતિમાને પૂજે, અને સ્થાનકવાસીમાં જન્મેલાઓ પ્રતિમાને ન પૂજે. આમા મોટા ભાગના જીવો તો માત્ર તે તે કુળના રિવાજ પ્રમાણે જ પ્રવૃત્તિ કરતા હોય છે. જૈનોને પૂછો કે “આ પત્થરની પ્રતિમાને પૂજવાથી શું લાભ ?...” તો સચોટ જવાબો ભાગ્યે જ કોઈક આપશે. એમ સ્થાનકવાસીને કોઈ પુછે કે “પ્રતિમાની પૂજા કેમ ન કરાય?...' તો એ પણ સચોટ ઉત્તર ભાગ્યે જ આપી શકે.
આમ છતાં આ જીવો એવા કદાગ્રહી પણ ન લાગે. મૂર્તિપૂજકો સ્થાનકવાસીઓને ઉન્માર્ગગામી ન માને કે સ્થાનકવાસીઓ મૂર્તિપૂજકોને ઉન્માર્ગગામી ન માને. માત્ર એક આચારભેદ સમજીને વ્યવહાર કરે. આ બધા અવ્યુત્પન્ન જીવો છે...)
એટલે આવાઓને એમની સારી ક્રિયાઓ પણ માર્ગ તરફ લાવનારી ન બને. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૨૨