________________
ધમતા
अयं भावः, अनन्तः संसारः केवलमुत्सूत्रवचनादेव न भवति, किन्तु मैथुनप्रतिसेवनादिकारणादपि । यथाछन्दानां नियतोत्सूत्रभाषणात्मकं अनन्तसंसारकारणं यद्यपि नास्ति, तथापि तथाविधक्लिष्टाध्यवसायविशेषात्मकमनन्तसंसारकारणमस्ति ततश्च तस्यापि तेनानन्तसंसारः सम्भवत्येव । एवं च तस्यानन्तसंसाराऽघटमानताऽऽपत्तिर्दूरापास्तैव, भाष्यवचनविरोधोऽपि निरस्त एवेति ।
ચન્દ્ર : પૂર્વપક્ષ : જુઓ. “નિહ્નવોનો જ અનંતસંસાર થાય છે તેવું નહિ, પરંતુ યથાછંદોનો પણ અનંતસંસાર થઇ શકે છે” એ વાત અમે સ્વીકારીએ છીએ. (યથાઇન્વસ્થાપિ માં રહેલ અપિ શબ્દ આ અર્થને જણાવે છે) પરંતુ જે યથાછંદનો અનંતસંસાર થાય એ તેવા પ્રકારના સંક્લિષ્ટ અધ્યવસાય વિશેષથી જ થાય. નિયતઉત્સૂત્રપ્રરૂપણાથી કે અનિયતઉત્સૂત્રપ્રરૂપણાથી ન જ થાય.
જ્યારે ઉન્માર્ગમાં પડેલા નિહ્નવોનો અનંત સંસાર નિયત-ઉત્સૂત્રભાષણથી જ થાય. આમ હવે કોઈ દોષ નહિ આવે.
અમારો અભિપ્રાય હવે સ્પષ્ટ સમજી લો.
જેટલા નિહ્નવો છે, એ બધા જ નિયતોસૂત્રભાષી, તીર્થોચ્છેદાભિપ્રાયવાળા હોવાથી એકાન્તે અનંતસંસારી થાય.
જ્યારે જે માર્ગપતિત યથાછંદાદિ છે, તેઓ નિયતોસૂત્રભાષી... ન હોવાથી તેઓનો એકાન્તે અનંતસંસાર ન થાય. પરંતુ તેઓનો અનંતસંસાર થવાની શક્યતા ખરી. જો તેઓમાંથી કોઈનો અનંત સંસાર થાય તો એ ઉત્સૂત્રપ્રરૂપણા દ્વારા થયેલો નહિ માનવો. કેમકે એમના ઉત્સૂત્રો નિયત નથી. પરંતુ “તેવા પ્રકારના ક્લિષ્ટ અધ્યવસાયને કારણે તેમનો અનંત સંસાર થાય છે” એમ જાણવું.
એટલે હવે યથાછંદોનો અનંતસંસાર ન થવાની આપત્તિ પણ આવતી નથી કે ભાષ્યવચન સાથે વિરોધ પણ આવતો નથી.
यशो० न, एवं सत्यनियतहेतुकत्वप्रसङ्गाद्,
चन्द्र: समाधानमाह-न एवं सति "यथाछन्दस्य अनन्तसंसारः क्लिष्टाध्यवसायजन्य एव, निह्नवानां तु नियतोत्सूत्रजन्य एव" इति अभ्युपगम्य अनन्तसंसारस्य कुत्रचित्
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૮૧
=