________________
*************
64 ધર્મપરીણા
एवेत्यतः पूर्वपक्ष आह- तन्नियमाभिधायकवचने = 'अवश्यं अनन्तसंसारो भवति' इति अनन्तसंसारनियमस्याभिधायकं = प्रतिपादकं यद् गच्छाचारवचनं, तस्मिन् उन्मार्गसम्प्रस्थितपदेन = प्राक्प्रदर्शितेन तीर्थोच्छेदाभिप्रायवतः = तपागच्छाभिमतस्त्रीमुक्त्यादिपदार्थोच्छेदाभिप्रायवत एव ग्रहणात् ।
तथा च उन्मार्गमार्गसंप्रस्थितपदस्य व्युत्पत्त्यर्थो न ग्राह्यः, किन्तु पारिभाषिकं तत्पदं मन्तव्यम् । तदर्थश्च 'तीर्थोच्छेदाभिप्रायवान्' इत्येव, न त्वन्यत् । तीर्थोच्छेदाभिप्रायवन्तश्च दिगम्बरादयस्तपागच्छभिन्ना एवेति तेषामेवानन्तसंसारित्वम् । यथाछन्दानां तु उन्मार्गगामित्वेऽपि तीर्थोच्छेदाभिप्रायो नास्ति, ततश्च तीर्थोच्छेदाभिप्रायवत्प्रतिपादकेन प्रकृतपाठगतेन 'उन्मार्गमार्ग संप्रस्थित' पदेन यथाछन्दा न गृह्यन्ते, ततश्च प्रकृतपाठेन तेषामनन्तसंसारो न सिद्ध्यति, किन्तु निह्नवानामेवेति अस्माकं प्रज्ञाविलास इति ।
ચન્દ્ર : પૂર્વપક્ષ : જુઓ, યથાછંદ વિગેરે ઉત્સૂત્રપ્રરૂપણાદિ દોષવાળા છે જ. એટલે તેઓ ઉન્માર્ગગામી પણ છે જ. એ વાત અમે માનીએ છીએ. પરંતુ “તેઓનો અનંત સંસાર જ થાય” એવો નિયમ અમે નહિ માનીએ.
(પ્રશ્ન : કેમ ન માનો ? જો તમે એમને ઉન્માર્ગગામી માનો છો. અને ગચ્છાચારમાં ઉન્માર્ગગામીને અનંતસંસાર નિયમા બતાવ્યો જ છે, તો પછી યથાછંદોને અનંતસંસારનિયમ માનવો જ પડે ને ?)
પૂર્વપક્ષ ઃ અનંતસંસારના નિયમનું કથન કરનાર જે ગચ્છાચારપાઠ છે. એમાં જો કે ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિતપદ છે. “ઉન્માર્ગગામી” પદ છે. પરંતુ ત્યાં એ પદનો વ્યુત્પત્તિ-અર્થ નથી લેવાનો. પણ રૂઢિ અર્થ લેવાનો છે. અને એટલે એ પદથી ત્યાં તીર્થોચ્છેદના અભિપ્રાયવાળાનું જ ગ્રહણ કરવાનું છે. અર્થાત્ ઉન્માર્ગસંપ્રસ્થિત તીર્થોચ્છેદાભિપ્રાયવાન એ જ રૂઢિ-અર્થ પકડવાનો છે.
=
હવે તીર્થોચ્છેદાભિપ્રાયવાળા તો દિગંબરાદિ જ છે. કેમકે તપાગચ્છ કે તપાગચ્છની માન્યતાઓ રૂપી સાચા તીર્થનો ઉચ્છેદ કરવાનો અભિપ્રાય એ દિગંબરાદિઓનો જ છે. યથાછંદોનો નહિ. એટલે તેઓનો અનંતસંસારનિયમ નક્કી ન થાય.
(ટુંકમાં જો ગચ્છાચારગાથાનો સીધો અર્થ લઈએ તો “ઉન્માર્ગગામીનો અનંત સંસાર થાય” એ અર્થ થાય. અને તો યથાછંદોનો પણ અનંતસંસાર નક્કી થાય. પરંતુ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ♦ દર