________________
英英英英英XXMIXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英滅
નહિ રહે.” અને એ શંકાનું સુંદર સમાધાન પણ ઉપાધ્યાયજી મ. એ આપ્યું છે. પણ જે - એ તો આ ગ્રન્થ ભણીને જ તમારે જાણવું રહ્યું. કે “ઉપાધ્યાયજી મ. સામે પૂર્વપક્ષ તરીકે કોણ છે?” એની શોધખોળ કરવાને બદલે જ રે માત્ર “શાસ્ત્રીય પદાર્થ શું છે?” એ જ જાણવા તરફ વધુ લક્ષ્ય કેળવવું. ૪ ટીકા અને વિવેચનમાં મેં મુખ્યત્વે એ પ્રયાસ કર્યો છે કે “ઉપાધ્યાયજી મ. જે જે આ પંક્તિ લખે છે, તેની પાછળ કયા કયા રહસ્યો પડેલા હોય છે?” એ જણાવવું. માટે છે એ જ વારંવાર પ્રશ્નો ઉભા કરી કરીને એના સમાધાન રૂપે ઉપાધ્યાયજીની પંક્તિ દર્શાવી ,
છે. એના દ્વારા વિદ્યાર્થીઓને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઉપાધ્યાયજી મ.એ કઈ કઈ પંક્તિ છે એ કયા કયા કારણસર લખી છે?
શ્રમણ-શ્રમણીઓ આ અણમોલ ગ્રન્થો વાંચતા થાય અને એ રીતે શાસ્ત્રના રહસ્યોને તે આત્મસાત્ કરનારા બને એ એક માત્ર ઉદ્દેશથી આ પ્રયાસ કર્યો છે. છદ્મસ્થતાદિને ? 3 લીધે ટીકા કે વિવેચનમાં મારી અનેક ક્ષતિઓ થઈ હોવાની શક્યતા છે. ગીતાર્થ કે મહાપુરુષો મારી ક્ષતિઓ તરફ અવશ્ય અંગુલિનિર્દેશ કરે.
ચન્દ્રશેખરીયા ટીકા અંગે ઃ મહોપાધ્યાયજીની પંક્તિઓને સરળતાથી સમજી જ શકાય, એનો ભાવાર્થ પકડી શકાય એ માટે આ ટીકા રચાઈ છે. જેમાં જેટલું જરૂરી
લાગ્યું છે, એટલું જ લખ્યું છે. મુખ્ય ગ્રન્થમાં આવતા અઘરા પદોનો અર્થ, પંક્તિનું તે તાત્પર્ય મેં આ ટીકામાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. સંક્ષેપપ્રિય જીવોને આ ખૂબ ઉપયોગી છે થશે એવું મારું મન્તવ્ય છે.
અંતે પરમપાવન જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં માંગું ,
※演武城英※英英、当然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※強い寒然※強城城滅※英点滅※※※英英※※※※※※※次選
યુગપ્રધાનાચાર્યસમ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબનો શિષ્ય
મુનિ ગુણહંસ વિજય. જેઠવદ-૫, વિ.સં.૨૦૭૦
અમદાવાદ-તપોવન
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ૨જોખરીયા ટીકા + વિવેચન સહિત . ૫