________________
xxxxxxxxxxxx
दशवैकालिकपाठे प्राजोत्येडमूकतां इति वाच्ये = कथने कर्त्तव्ये सत्यपि असकृद्धवख्यापनार्थ = अनेकशो भवबोधनार्थं । तथा च अनेकभवख्यापनात्मकं प्रयोजनं आश्रित्यात्र । भविष्यत्कालप्रयोगः कृतः, न तु एवमेवेति न दोषः ।
ચન - દશવૈકાલિકપાઠની ટીકા આ પ્રમાણે છે. - તેવા પ્રકારની ક્રિયાના પાલનના પ્રભાવથી દેવપણું પામીને પણ કિલ્બિષિકદેવનિકાયમાં ઉત્પન્ન થયેલો તે તે દેવભવમાં કે પણ વિશુદ્ધ અવધિજ્ઞાન ન હોવાને લીધે જાણતો નથી કે “મેં કયું પાપ કરેલું કે જેનું - આ ફળ મને મળ્યું છે?”
આ આત્માને હલકા દેવલોક રૂપ દોષ સિવાય બીજા કયા દોષો ભોગવવા પડે છે છે? તે કહે છે કે “તે દેવલોકમાંથી આવીને એડમૂકતાના = બકરાના ભવનું અનુકરણ કરનારા એવા મનુષ્યપણાને પામે છે.” (બકરો જેમ માત્ર બે બે બોલે, પણ સ્પષ્ટભાષા બોલી ન શકે, તેમ આ ઉસૂત્રભાષીઓએ ઉસૂત્રભાષણ દ્વારા ભાષાનો દુરુપયોગ કરેલો હોવાથી આ ભવમાં તેઓ એ પાપના પ્રતાપે એવી જીભ પામે કે તોતડી-બોબડી ભાષા જ બોલી શકે.) - તથા પરંપરાએ નરક કે તિર્યંચયોનિને પામશે. (ઉસૂત્રભાષી નિકૂવો સુંદર આચાર પાળતા હોવાથી સીધી તો તેઓને દેવલોકપ્રાપ્તિ થાય છે. અને એ દેવભવ પછી સીધા નરકમાં ન જવાય. મનુષ્ય કે તિર્યંચ થયા બાદ નરકમાં જવાય... આમ નરકાદિભવની ક પ્રાપ્તિ તુરંત ન થતી હોવાથી પરંપરાએ જણાવી છે.) જે નરકાદિમાં તમામ સંપત્તિના કારણભૂત એવી જિનધર્મપ્રાપ્તિ પ્રાયઃ થતી નથી.
(પ્રશ્ન : જ્યારે કોઈક વ્યક્તિવિશેષનું કથાનક કહેતા હોઈએ, ત્યારે એ વ્યક્તિને - ભવિષ્યકાળમાં મળનારા ફળોનું નિરૂપણ કરતી વખતે ભવિષ્યકાળનો પ્રયોગ કરીએ કે એ બરાબર. દા.ત. “ગોશાળો અનંતભવ ભમીને પછી સિદ્ધ થશે.”
પરંતુ જ્યારે ત્રણેયકાળમાં સભવિત એવા સિદ્ધાંતનું જ નિરૂપણ કરવાનું હોય છે ત્યારે તો વર્તમાનકાળનો પ્રયોગ જ કરાય.
દા.ત. વિશુદ્ધચારિત્રપાલક આત્મા વધુમાં વધુ આઠમે ભવે સિદ્ધ થાય છે. અહીં સિદ્ધ થશે એમ બોલાતું નથી. પ્રસ્તુત પાઠમાં એડમૂકતાને પામશે. એમ કહ્યું છે. પણ અહીં કોઈ વ્યક્તિ વિશેષનું
સમગxxxxxxxxx
httwitutitivityxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત ૧૩૦