________________
થડે થાય.
નીતિના જાણ પર પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા, તથા અંતે કડવા અને તીખા રસ ભક્ષણ કરવા. પુરૂ છે પહેલા પાતળા રસ મધ્યે કડવા રસ અને અંતે પાછા પાતળા રસનો આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે. ભોજનની શરૂઆત માં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માફક પુષ્ટિ આપે, અને આ તે પીએ તે વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીને કોગળો દરરોજ પીવે. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એ ડું રડેલું પણ ન પીવું. તથા બેથી પણ ન પીવું. કેમ કે, પાણી પરિમિત પીવું તેજ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા તેને સ્પર્શ ન કરો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા, બુદ્ધિશાળી પુરૂષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શેરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડ, બેસી રહેવું, ન્હાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પટ ભેદથી જાડું થાય; ચિતો સુઈ રહે તે બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દડે તે મૃત્યુ સામે આવે. ભોજન કરી રહ્યા પછી તરત બે પાસે સુઈ રહેવું; પણ ઉંધવું નહીં. અથવા તે પગલાં ચાલવું. આ રીતે ભોજનને લૌકિક વિધિ કહ્યા છે. સિદ્ધાંતમાં કહેલે વિવિ નીચે પ્રમાણે છે – - સુશ્રાવકે નિર્વધ, નિર્જીવ અને પરિત્તમિત્ર એવા આહારવડે પિતાને નિર્વાહ હરનારા એવા હોય છે. શ્રાવકે સાધુની માફક સર સર અને થવા ચવ ચવ શબ્દ ન કરતાં, ઘણી ઉતાવળ અથવા ઘણી સ્થિરતા ન રાખતાં, નીચે દાણુ અથવા બિંદુ ન પાડતાં તથા મન વચન કાયાની બરાબર ગુપ્તિ રાખીને એ રીતે ઉપયોગથી ભજન કરવું.
જેવી ગાડી ખેડવાના કામમાં ઉંજવાથી લેપની યુક્તિ હોય છે, તે પ્રભાણે સંયમ રૂ૫ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યું છે. અન્ય
૩૪૫