SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ થ કાપવાથી થાકી ગએલી તથા બીજી હંસી અદેખાઈથી, હસે અને તુરાગ દષ્ટિથી અને કુમાર વગેરે લેકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસાર કુમારના ખોળામાં પડી આળોટવા લાગી, અને ઘણું પ્રીતિથીજ કે શું! કુમારના મે તરફ જોતી તથા ભયથી ધ્રૂજતી છતાં મનુષ્ય ભાષાઓ બોલવા લાગી. “સત્વશાલી લેની પંક્તિમાં માણિક્યરત્ન સમાન, શરણે આવેલા છે ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર ! તું હારી રક્ષા કર. શરણની અર્થી એવી હું શરણે જવા યોગ્ય એવા હારા શરણે આવી છું; કેમકે, મોટા પુરૂષો શરણે આવેલા લોકોને વજના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખો શીતળ થાય, પરમાણુનો મેરૂ થાય, મેરૂનું પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઉગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરૂષો શરણે આવેલા જીવને કલ્પાંત થએ પણ છોડતા નથી. ધીર પુરૂષો શરણે આવેલા જીવોની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનને નાશ કરે છે, અને પ્રાણુને પણ તરખલા જે ગણે છે.” પછી રત્નસાર કુમાર કમળ સરખા કોમળ એવા તે હંસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગે. “હે હંસિ ! બીકણની માફક મનમાં બીક ન રાખ. કોઈ મનુષ્યને રાજ, વિધાધરને રાજા, તથા વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઈદ્ર પણ મહારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હે હંસિ ! મ્હારા ખોળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવા પિતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?” એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળ વ્યાકુળ થએલી હસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી. આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે ? એ સંશય કુમાર વગેરે લોકોના મનમાં આવે છે, એટલામાં શત્રુનાં દેડો સુભટનાં ભયંકર વચન તેમને કાને પડયાં.. તે એવી રીતે કે –“કોણ ઐલોયનો અંત કરનારા યમને કંપાવે ? કોણ ૨૫૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy