SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ મલિન કરનારા અંધકારને દૂર કરતે છતા જાહેર થયે. જેમ સજળ મેધ વેલડીને તપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીનેજ કે શું ! પિતાની ચંદ્રિકા રૂ૫ અમૃતરસની વૃષ્ટિથી તિલકમંજરીને પ્રસન્ન કરી. પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઉઠે છે, તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊડી, અને મનમાં કપટ ન રાખતાં સખીઓનો પરિવાર સાથે લઈ ઉધાનની અંદર આવેલા ગોત્રદેવી ચક્રેશ્વરીના મદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચકેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમળોની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનતિ કરી: હે સ્વામિન! મેં ને મનમાં કપટ રહિત ભકિત રાખીને સર્વ કાળ તારી પૂજ, વંદના અને સ્તુતિ કરી હોય, તો આજ મારા ઉપર પ્રસાદ કરી - પિતાની પવિત્ર વાણીથી દીન એવી મહારી બહેનની શુદ્ધિ કહે. હે માતાજી! એ વાત હારાથી ન બને તો, “મેં ભોજનનો આ જન્મે છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે, ક નીતિને જાણ માણસ પિતાના ઈટ માણસના અનિષ્ટની કલ્પના મનમાં આવે ભોજન કરે ?” તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને બોલવાની યુતિ જોઈ ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈ શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તો શું ન. થાય? ચક્રેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પેઠે છે. હે વસે! તું મનમાં બેદ કરે છે તે છોડી દે, અને ભોજન કર. - શોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તેજ વિખતે દવયોગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “મહારો મહારી ઑનની સાથે મેળાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે ?” એમ જો તું પૂછતી હોય તો સાંભળ. વૃક્ષની બહુ ભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મહટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે. તે સમૃદ્ધ અટવીમાં કોઈ ઠેકાણે પણ રાજાનો હાથ પેસી સ કતો નથી. તથા સૂર્યનાં કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંનાં ( શિયાળી આં) પણ અતઃપુરમાં રહેલી રાણીઓની પેઠે સૂઈને કોઈ કાળે જોઈ શકતાં નથી. ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું હાયની ! ૩૫૨
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy