SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ હાર કરતાં પણ વધારે દાન આપે છે ?” આંબડે કહ્યું, “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા, અને આપ તે અઢાર દેશના ધણી છે એમાં આપ તરફથી પિતાજીને કાંઈ અભિનય થએલે ગણાય ?” , વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંબાને રાજપુત્ર એવો કિતાબ અને પૂર્વ આપી હતી તે કરતાં બમણ ઋદ્ધિ આપી. અમેજ ગ્રંથાંતરમાં કહ્યું છે કે, દાન દેતાં, ગમન કરતાં, સુતાં, બેસતાં, ભજન પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે ઉચિત વચનનો માટે રસમય અવતાર હોય છે. માટે સમયને જાણ પુરૂષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમ કે–એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજ છોડે ગુણે છે. એક ઉચિત આચરણ ન હોય તો સર્વ ગુ. ણોનો સમુદાય ઝેર માફક છે. માટે પુરૂષે સર્વે અનુચિત આચરણ છેડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લોકીક શાસ્ત્રમાં કહ્યું છે, તે ઉપકારનું કારણ હોવાથી અહિં દેખાડીએ છીએ. રાજા ! સે મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં વિદીષ રનની પેઠે શાભા પામીશ. ૧ ની શક્તિાએ ઉધમ ન કરે, ૨ પડતી સભામાં પોતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ તથા આડંબર ઉપર ભ• રૂસે રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનોથી લાભ થશે કે નહીં ? એવો શક રાખે, ૭ બુદ્ધિ નહીં છતાં હેઠું કામ કરવા ધારે ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે, ૮ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પિતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાને પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર થઈ ઈચ્છે રાખે, ૧૬ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, ૧૬ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે, 9 અવસર નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાનો અવરાર આવે માન રાખે, ૧૮ લાભને અવસરે કલહ ક્લેશ કરે, ૨૦ - ૩૨૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy