SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ઇને ઘેર જતાં અટકાવે, કુશળની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું, સગાં વહાલાંનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છુટી-એકલી ને જુદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવું હરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કયાં ક્યાં કામ કરવાં એ વિષે કહે છે કે-પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગળવું. ચૂલો તૈયાર કરે, થાળી અદિવાસણ જોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયે દેહવી, દહીં વલોવવું, પાક કરે, જમનારાંઓને ઉચિતપણે અન્ન પિરસવું, વાસણ વગેરે ચોખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેને વિનય સાચવે. એ રીતે કુલવધુનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ ર૩. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉધમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે, પુરૂષે પિચાશનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હમેશાં રક્ષણ કરવું, અને પિતાનો આત્મા સંયમ યોગ વડે હમેશાં ઉદ્યમમાં રાખ સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું એનું કારણ એ છે કે-પ્રાયે માંહોમાંહ જોવા ઉપરજ પ્રેમ રહ્યા છે. કહ્યું છે કે–જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી પુરૂષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે. ન જેવા થી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરૂષ હમેશાં મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરિત કામ પણ કરે; માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છકી ન રાખવી. (૧૫) अघमाणं न पयंसइ खलिए सिख्खेह कुविअमणुणेह ॥ धणहाणिवुढिघरमं-तवइयरं पयडइ न तोसे ॥ १६ ॥ . ૩૦૦
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy