SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિ વચને કહી રાખું ભાન રાખી પોતાની સ્ત્રીને સ્વીકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિ વચન તે એક સંજીવની વિદ્યા છે તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રતિવચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમ કે–પ્રીતિ વચન જેવું બીજું વશીકરણ નથી, કળા કૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજે ધર્મ નથી, અને સંતોષ સમાન બીજું સુખ નથી. (૧૩) રકાર ઉદાર, વીઆર સચિવ જે જ જાહCri, ૪૪૬ તારે છે – પુરૂષ પોતાની સ્ત્રીને ત્વવરાવવું, પગ દબાવવા વગેરે પતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પાતાનું કુટુંબ, ધન વગેરેને વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જાય છે, એવા ઘણાં લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે, તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રડે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે, અને તેથી તે કઈ રભ પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે, રન્નીએ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે–ામી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પિતાનું જડમૂળ કરીને રહે છે, અને ઇંદ્રિ વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે, ત્યાં હલકો લેકોનાં અટકચાળા, મયાદા - ગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે. માટે નાટક જેવા વગેરે તજવું. (૧૪) रुंभइ रयणिपयारं कुसीलपासंडिसंगमवणे ॥ गिहकमेसु निओइ न विओअह अपपणा सद्धिं ॥ १५॥ અર્થ -પુરૂષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગ અથવા કે ૨૦૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy