________________
તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ગયે. ઘેડી વારમાં દેખાતું હતું, તે ક્ષણમાત્રમાં અદશ્ય થયો, અને હજારો જન ઉલ્લંધી તે ધર્મદાને ઘણી વિકટ અટવીમાં મૂકી ક્યાંય ચાલ્યો ગયો. સર્પના કૃત્કારથી, વાનરાના. બૂટકારથી, રાઅરના ધુત્કારથી, દીપડાના ચીકારથી, ચમરી ગાયના માંકારથી, રેઝના ત્રાટ્ટકારથી અને ખરાબ શિયાળિયાના ફેરફારથી ઘણું જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદત્ત લેશમાત્ર પણ ભય મનમાં રાખ્યો નહીં. એ તો ખરૂ છે કે સારા પુરૂષ વિપત્તીના વખતે ઘણી જ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં યથેક ફરનારે ધર્મદત્ત તે શુન્ય અટવીમાં પણ મન શન્ય ન રાખતાં જેમ પિતાના રાજમંદિરના ઉધાનમાં રહેતો હોય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યા. પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાનો પેગ ન મળવાથી જ માત્ર દુઃખી થશે. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનાર નિર્જલ અવિકારો ઉપવાસ કર્યો. શીતળ જળ અને જાત જાતનાં ફળ ઘણું હોવા છતાં પણ સુધા તૃપાથી અતિશય પીડાયેલા ધર્મદતને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પિતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દૃઢતા છે! લૂ લાગવાથી અતિશય કરમાઈ ગએલી ફૂલની માળાની પેઠે ધર્મદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું, તે પણ ધર્મને વિષે દટતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું. આવામાં એક દેવ પ્રકટ થઈ તેને કહેવા લાગ્યો. “અરે સંપુરૂષ! બહુ સારું! બહુ સારું ! કેઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું બૈર્ય! પિતાના જીવિતની અપેક્ષા ન રાખમાં આદરેલા નિયમને વિષેજ હારી દૃઢતા નિરૂપમ છે. તે હારી પ્રકટ પ્રશંસા કરી તે ગ્ય છે. તે વાત મહારાથી ખમાઈ નહિ, તેથી મેં અહિં અટવીમાં લાવીને હારી ધર્મ મર્યાદાની પરીક્ષા કરી. હે સુજાણુ! હારી દયતાથી હું પ્રસન્ન થયે છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માગવું હોય તે ભાગ.” દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરીને કહ્યું કે, “હે દેવ ! હું જ્યારે તને યાદ કરું, ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.”
૧૮૩