SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલો મનુષ્ય ઘર દેરાસરમાં જઈ શકે. અને કહ્યું છે કે–પુરૂષ જમણે પગ આગળ મૂકીને જમણી બાજૂએ યતનાથી પ્રવેશ કરે, અને સ્ત્રી ડાબે પગ આગળ મૂકીને ડાબી બાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલતી વખત મન કરી સુગંધિ અને મધુર દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી. ઇત્યાદિ વચનમાં કહ્યા પ્રમાણે ત્રણ નિસિહી કરી, ત્રણ પ્રદક્ષિણ ચિંતવી તથા બીજે પણ વિધિ સાચવી પવિત્ર પાટલા પ્રમુખ આસન ઉપર પદ્માસનાદિક સુખકારક આસને બેસવું. પછી ચંદનના પાત્રમાંથી થોડું ચંદન બીજા પાત્રમાં અથવા હાથ ઉપર લઈ કપાળમાં તિલક કરી તથા હાથે સુવર્ણનાં કંકણ અને ચંદનને લેપ કરી તથા ધૂપ દઈ બે હાથે જિનેશ્વર ભગવાનની અગ્રપૂજા, અંગપૂજા તથા ભાવપૂજા કરવી. તે પછી પૂર્વે કરેલું અથવા ન કરેલું પચ્ચખાણ ભગવાનની સાખે ઉચ્ચરવું. ( ફૂટપાથ ). विहिणा जिणं जिणगिहे, गंतुं अच्छेइ उचिअचिंतरओ ॥ કચર; પચવા, પત્રાચારગુહાણે ઃ | * ભાવાર્થ – ઉપલી ગાથામાં વિધિના (વિધિથી) એ પદ , તે સર્વ ઠેકાણે જોડવું. તે આ રીતે– પછી વિધિથી જિનમંદિરે જઈ, વિધિથી ઉચિતચિંતા (વિચાર) કરતે છતો વિધિથી ભગવાનની પૂજા કરે. - તે વિધિ આ પ્રમાણે – જે રાજા પ્રમુખ મોટો રૂદ્ધિવંત પુરૂષ હેય તે “સર્વે રૂદ્ધિથી, સર્વ દીપ્તિથી, સર્વ ઘતિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી” ઇત્યાદિ આગમ વચન છે તેથી તે (પુરૂષ) જિનશાસનની પ્રભાવનાને અર્થે હેટી રૂદ્ધિથી દર્શાણભદ્ર રાજાની પેઠે જિનમંદિરે જાય. જેમ તે દશાણભદ્ર રાજા “પૂર્વે કોઈએ વાંધો નહિ એવી મોટી રૂદ્ધિથી હું વીરભગવાનને વંદના કરું” એવા અહંકારથી મટી રૂદ્ધી સજજ કરી પિતાના અંત:પુરની સ્ત્રીઓને સગે શૃંગાર પહેરાવી સારા હાથી, ઘોડા, રથ પ્રમુખ ચતુરંગ સૈન્ય સાથે લઈ હસ્તિતની, રૂપાની, તથા સોનાની પાંચસે પાલખીઓમાં બેસારી શ્રી વીરભગવાનને વંદના કરવા ૧૨૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy