________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. of the working of the Karmic forces, one should not be sorry if one has to face unwelcome occasions. ( 6 )
પ્રયત્ન કર્યો છતે પણ ઇષ્ટ અર્થની સિદ્ધિ ઘણુ વખત થતી નથી દેખાતી, જ્યારે કોઈને અનાયાસે કાર્યની સિદ્ધિ થઈ જાય છે. આવું અવિચલ કમનું બળ વિચારીને અનિષ્ટના પ્રસંગે પણ ખેદવાન ન થવું જોઈએ.”—૭૫
વ્યાખ્યા.
લેભ–રોગ ઉપર સંતિષ એ રામબાણ ઔષધ છે. ચક્રવર્તીઓ પણ સંતોષ-અમૃતની પિપાસા પૂરણ કરવા સ્વાધીન રાજયને પણ છોડી દઈ નિઃસંગમાર્ગ ગ્રહણ કરે છે. ઘણી વખતે એમ જોવાય છે કે જે વસ્તુની તીવ્ર ઈચ્છા કરાય છે, તે વસ્તુ વધુ દુર્લભ થતી જાય છે. શાસ્ત્રકારો કહે છે કે લક્ષ્મીની ઈચ્છા શાન્ત થતાં લક્ષ્મી પાસે આવે છે. શબ્દશ્રવણનું કારણ જે કાન છે, તેમાંજ આંગળીને પડદો નાંખતાં જેમ કેવળ શબ્દધ્વનિ અનુભવાય છે, તેમ લક્ષ્મીની ઈચ્છા ઉપર દબાવ પાડતાં આત્મા અપૂર્વ લક્ષ્મીમય અનુભવાય છે. આંખે મીંચી દેવાથી જેમ આખા જગત ઉપર ઢાંકણું દઈ દીધું જણાય છે, તેમ લેભ ઉપર પડદો નાંખવાથી સમરત રાગવૃત્તિઓ ઢંકાઈ જાય છે. તે શરીરધારીઓ પણ મુક્ત છે કે જેઓ પૂર્ણ સંતુષ્ટાત્મા છે. પૂર્ણ સંતુષ્ટતા એજ મુક્તિ છે; એ સિવાય મુક્તિને કંઈ શિંગડું હેય ખરૂં ?. શું સંતોષજન્ય આનન્દ રાગ-દ્વેષથી સંકીર્ણ છે અથવા વિષયજનિત છે કે જેથી તેને મુક્તિના સુખથી હલકે પાડી શકાય છે. યદિ કારણનુરૂપ કાર્ય માનતા હે તે મુક્તિસુખનું ઉપાદાન સંતવાનન્દ સિવાય બીજું ઘટી શકે તેમ નથી. કર્મોને ઉમૂલન કરવામાં જે તીવ્ર તપને કારણ માનવામાં આવ્યું છે, તે તીવ્ર તપ સંતોષના સાહચર્યમાંજ ફસાધક થઈ શકે છે, અન્યથા નહિ. ચક્રવર્તી અને ઇન્દ્રનું ઐશ્વર્ય વિકાર-કમ-ખેદ-કલેશથી ભરેલું છે, જ્યારે સતિષજન્ય સુખ નિર્વિકાર, અનાયાસસિદ્ધ, સ્વસન્નિહિત અને સ્થિર છે.
કેધાદિ કષાયોનું વિવરણ જોઈ લીધું. એ ચારેને રાગ-દ્વેષમાં અન્તભવ થાય છે. ક્રોધ-માન એ બેને ઠેષમાં અને માયા-લોભ એ બેને રાગમાં સમાવેશ થાય છે. અન્ય સૂરિઓના મતે ફક્ત એક ક્રોધને દ્વેષમાં
618