________________
અધ્યાત્મતવાલેક.
અને બુદ્ધિને વેગ મળે છે, જ્યારે બીજાને તે મળતું નથી, આથી એ માનવું જોઈશે કે આ જન્મ સાથે પૂર્વ જન્મનું અનુસન્ધાન છે. કેટલાક બદમાશ લટારાઓ અપરાધ કરીને એવા ગુપ્ત થઈ જાય છે કે તેઓ તે ગુન્હાની સજાથી બચી જાય છે, જ્યારે બીજા નિરપરાધીઓને ગુહા વગર ગુન્હાની સજા ભોગવવી પડે છે. આ કેટલે અન્યાય ! આમ કેમ બનવું જોઈએ ! “કરણી તેવું ફળ ” એ કાયદો ક્યાં રહ્યો ? પણ એ બધી ગુંચવણ પુનર્જન્મની સત્તા હામે ટકી શકતી નથી. પૂર્વ જન્મમાં એવાં કૃત્યો કરેલા હેવાં જોઈએ કે જેના પરિણામે નિરપરાધી માર્યો જાય છે, જ્યારે અપરાધી બચી જાય છે.
સ્કૂલ યા કોલેજમાં ભણનારાઓ પૈકી એકને સેકન્ડ લેંગવેજ તરીકે સંસ્કૃત ભાષા લેવાનું મન થાય છે, જ્યારે બીજે કંચભાષાને પસંદ કરે છે. એટલું જ નહિ, પણ એક વિદ્યાર્થીને સંસ્કૃત શબ્દો સહેજે યાદ રહી જાય છે, જ્યારે ફેન્ચભાષાના શબ્દોને યાદ રાખવામાં તેને બહુ મુશ્કેલી પડે છે. વળી એકને ગણિતને વિષય અત્યંત કઠિન જણાય છે અને ઇતિહાસનો વિષય સુગમ લાગે છે, જ્યારે બીજાને એથી ઉલટી રીતે ગણિત સુગમ પડે છે અને ઈતિહાસ કઠિન લાગે છે. આ બધું શું બતાવી આપે છે ? એજ કે-જેને જે વિષય સરળ લાગે છે અને જે ભાષા અઘરી લાગતી નથી, તેને તે વિષય અને તે ભાષાના અભ્યાસ સાથે પૂર્વ જન્મમાં સંબધ હો જોઈએ. સરખા અભ્યાસવાળાઓમાં એક સ્વભાવતઃ વકતૃત્વશકિત ધરાવનાર હોય છે, જ્યારે બીજાને વક્તા થવાની બહુ હોંસ હોવા છતાં તે તેવો વક્તા બની શકતું નથી. એકને એવી સ્વાભાવિક લેખનશક્તિ પ્રાપ્ત થયેલી હોય છે કે એની જેડના અન્ય વિદ્યાર્થીઓને તે હોતી નથી. કેટલાક સાધારણ અભ્યાસી હાઈ કરીને પણ એવી કવિત્વશકિત અથવા વાદશકિત ધરાવનારા હોય છે કે એથી કેટલાએ ઉંચા દરજજાના વિદ્વાનમાં પણ તેવી શકિત જેવાતી નથી. આ બધું શું એમ પુરવાર નથી કરી આપતું કે પૂર્વજન્મમાં જે અભ્યાસ અને તજનિત સંસ્કાર પડેલા હોય છે, તેવું ફળ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થાય છે.
કેટલાકે એમ કહી શકે ખરા કે પુનર્જન્મ હોય તે પૂર્વજન્મની સ્થિતિની સ્મૃતિ આ જિન્દગીમાં અમને થવી જોઈએ. પરંતુ હકીકત
649