________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT. સ્થિતિઓ જગતની સપાટી ઉપર જોવાય છે. હવે એ શોધવું જોઈએ કે આ તફાવતનું કારણ શું ? વર્તમાન જિન્દગીના સંયોગને કારણ તરીકે માની શકાય તેમ નથી. કેમકે ઉપર કહ્યું તેમ એકજ માબાપથી એક સાથે જન્મેલા બાળકની અંદર ડહાપણ અને અનુભવ વગેરેમાં મોટે ફરક જોવાય છે. અતઃ મુખ્ય હેતુ શોધવા માટે વર્તમાન જિન્દગીના સંયેગોથી આગળ વધવાની જરૂર છે. એ માનવાને આપણને કશો વાંધો નથી કે અમુક માણસે પિતાના ડહાપણથી અમુક માટે લાભ ઉઠાવ્ય; પણ એ લાભપ્રાપ્તિમાં કારણ સામગ્રીની વર્તમાનકાલિક ડહાપણ સુધી જ હદ કલ્પવી એ ન્યાયવિરૂદ્ધ છે; કારણ કે એ ડહાપણનું પણ કારણ શોધવાની જરૂર રહે છે. ડહાપણનું કારણ સારી કેળવણી કહીને પણ તે હદે નિયમને અટકાવ થઈ શકતો નથી. કેળવણી પણ પિતાનું કારણ માંગે છે. સારી કેળવણી મેળવવામાં પિતાની પ્રતિભા, ઉત્સાહ અને માબાપની ખંતને કારણે બરાબર માની શકાય, પણ તેટલેથી કારણ નિયમને અંત આવી શકતું નથી. માબાપના જ્ઞાનતંતુઓ જેવા પ્રકારના હોય છે, તેવા તેમના છોકરાના હેવાજ જોઈએ, એવો નિયમ નથી; એમ આપણને પ્રત્યક્ષ અનુભવાય છે. અતઃ મૂળ કારણની શોધ વર્તમાન જિન્દગીના સોમાં કરવી નિરર્થક છે. એજ માટે આ જન્મની સાથે પૂર્વજન્મનું અનુસધાન ન્યાયથી સાબિત થાય છે.
સંસારમાં એવા પણ માણસો જેવાય છે કે, જે અનીતિ અને અધર્મનાં કાર્યો કરતા રહેવા છતાં મહાન ધનાઢય અને સુખસંપન્ન છે; અને એવા પણ માણસો છે કે જેઓ નીતિ અને ધર્મના પથ ઉપર ચાલવા છતાં દારિદ્રયથી પીડિત છે. હવે આપણે વિચારવું જોઈએ કે આમ વિપરીત સ્થિતિ કેમ ? “કરણી તેવું ફળ ” એ કાનન પ્રમાણે આમ થવું જોઈએ નહિ, એમ સહુ કોઈ સમજી શકે તેમ છે. પરંતુ આ ઉપરથી વસ્તુસ્થિતિ એમ સમજાઈ આવે છે કે વત્ત માન જન્મને પૂર્વાપર જન્મ સાથે સંબંધ છે. જેવી કરણી આ જિન્દગીમાં કરાય છે, તેવાં ફળ આગામી જન્મમાં મળે છે અને પૂર્વ જન્મથી જેવા સંસ્કારે વર્તમાન જન્મમાં પ્રાણી લાવ્યો છે, તેવી તેની પ્રવૃત્તિ અહીં બને છે.
ગર્ભમાં રહેલો બાળક કંઈ સારું યા ખરાબ કામ કરી શકતો નથી, તે પછી શું એવું કારણ છે કે જેનાથી એક બાળકને શારીરિક સંપત્તિ