________________
પ્રકરણું.
SPIRITUAL LIGHT.
હવે કુંભક કરેલા વાયુને જમણા નસકેારા ઉપરથી અંગુઠ્ઠો ઉઠાવી લઇ તે દ્વારા બહાર કાઢી નાખવા, એને રેચકક્રિયા કહે છે. આમ કર્યાં પછી જમણું નસકેારૂબંધ કરવું, અને ડાબું નસકેારૂ તે અંધ છેજ. આમ થવાથી બહારના વાયુ શરીરમાં જઇ શકશે નહિ, કારણ કે નાક અને મ્હાં, કે જે પવનને શરીરમાં આવવાનાં અને શરીરમાંથી જવાનાં દ્વારા છે, તે બંધ કર્યાં છે. આમ બહારના વાયુને બહારજ રાધી રાખવા, એ બાહ્ય કુંભકક્રિયા કહેવાય છે.
આ બધાના ક્રમ આવી રીતે ગાવાય છે-પ્રથમ શ્વાસને પૂરા એ પૂરક, તેને શરીરરૂપ કુંભમાં ભરી રાખવા એ કુંભક, ( આન્તર કુંભક) પછી શ્વાસને બહાર કાઢવા એ રેચક અને પુનઃ શ્વાસને પેસવા ન દેવા એ બાહ્ય કુંભક છે. આ ઉપરથી જણાઇ આવ્યું હશે કે કુંભક એ પ્રકારે થઇ શકે છે–રેચકસહિત અને પૂરકહિત. આમ બંને પ્રકારથી થતા કુંભકને સહિત કુંભક ' એવું નામ આપવામાં આવ્યું છે. સ્તંભવૃત્તિ પ્રાણાયામ એ આનુંજ નામાન્તર છે, કારણ કે એથી આભ્યન્તરરૃત્તિ-પૂરક તથા ખાદ્યવૃત્તિ-રેચકનું સ્તંભન થાય છે, અર્થાત્ એ મને જાતના વાયુને એથી સ્તંભ થાય છે.
.
અહીં એક વાત સમજાવી દેવી જોઇએ કે-શ્વાસ લેવાનું કે મૂકવાનુ કામ નાસિકાથીજ કરવું. સાધારણ વ્યવહારમાં પણુ, મહાન પરિશ્રમથી થાક લાગી ગયા હાય, ત્યારે નાકથીજ શ્વાસ લેવા, મૂકવા કાયદામંદ છે; મુખથી તેમ કરવામાં શરીરબળ ઘટે છે અને ફેફ્સાં નરમ થઇ જાય છે. આ સિવાય બીજી એ વાત યાદ રાખવી કે શ્વાસ ધીમેથી મૂકવા.
હવે દેશ, કાલ અને સંખ્યાવર્ડ પ્રાણાયામની ભૂમિકાના નિર્ણય શી રીતે થાય છે, તે જોઇએ
દેશ એ પ્રકારના છે—બાહ્ય અને આભ્યન્તર. ખાદ્યદેશનું પરિમાણુ નાસિકાના અગ્રથી ગણવામાં આવે છે. નાસિકાથી ખાર આંગળ દૂર મૂકેલું રૂ વેચક પ્રાણાયામ કરતી વખતે જો હાલે, ચાલે, ઉડે, તેા સમજવું કે તે પ્રાણાયામનું પરિમાણુ ખાર આંગળનુ છે. એવી રીતે જેટલાં આંગળ કુ મૂકેલા રૂ વગેરે હલકા પદાર્થો રેચન કરાતા વાયુના બળથી ઉડે, તે
463