________________
અધ્યાત્મતત્ત્વાલક
[ત્રીજુંતે પ્રાણાયામ તેટલા આગળના પરિમાણવાળે સમજવો. આ થયું રેચક પ્રાણાયામનું દેશથી પરિમાણુ પૂરક પ્રાણાયામનું દેશતઃ પરિમાણ આભ્યતર દેશથી જણાય છે. શરીરના કંઠ, ઉદર વગેરે જે ભાગ સુધી પવન પૂરા હોય છે, તે ભાગમાં કીડીના સ્પર્શ જેવું ભાન થાય છે. આ ઉપરથી એ નિશ્ચય કરી શકાય છે કે પવન ક્યાં સુધી ભરાયો છે. પૂરણ કરાતા વાયુને સ્પર્શ જે કંઠદેશમાં અનુભવાય છે તે પૂરક કંઠદેશ સુધી થયે સમજો. આ રીતે માથાથી લઈને પગના તળીયા સુધીના સર્વ આભ્યન્તર દેશથી પૂરકનું પરિમાણ નિર્ણત કરી શકાય છે.
સહિતકુંભકનો નિશ્ચય, બાહ્ય અને આભ્યન્તર એ બંને દેશેથી કરી શકાય છે; કેમકે કુંભકમાં બહાર અને અંદર એ બંને સ્થળે રહેલા વાયુને રોધ થાય છે. રેચક વખતે બાહ્ય દેશથી નિર્ણય રૂ વગેરે હલકા પદાર્થની ગતિ નહિ થવાથી અને પૂરક વખતે આભ્યન્તરદેશનિર્ણય પવનને સ્પર્શ ન જણાવાથી થાય છે.
દેશથી પ્રાણાયામને નિર્ણય જે, હવે કાળ અને સંખ્યાથી જોઈએ. કાળથી થતો નિર્ણય સ્પષ્ટ છે. જેમકે–આટલા ક્ષણુ યા પળ સુધી રેચક થયે, આટલા ક્ષણ યા પળ સુધી પૂરક છે અને આટલા ક્ષણ યા પળ સુધી કુંભક થયે. સંખ્યાથી એવી રીતે કે-દશ કાર ગણુતાં સુધી પૂરક, વીશ એંકાર ગણતાં સુધી રેચક અને ચાલીશ કાર ગણતાં સુધી કુંભક થયો.
આવી રીતે દેશ, કાળ અને સંખ્યાથી પ્રાણાયામને નિર્ણય કરવામાં આવે છે. દેશ, કાળ, સંખ્યાનું પ્રમાણ જેમ મોટું, તેમ તે દીર્ધ પ્રાણાયામ કહેવાય છે, અને વાયુને સંચાર ક્રમે ક્રમે જેમ સૂક્ષ્મ થતું જાય છે, તેમ તેમ તે સુકમ પ્રાણાયામ કહેવાય છે.
પૂરક, રેચક અને સહિતકુંભક અથવા પૂરક, આભ્યન્તર કુંભક, રેચક અને બાહ્યકુંભક એમ ત્રણ ત્યા ચાર પ્રકારના પ્રાણાયામના સંબશ્વમાં જોયું, પરંતુ છેલ્લે અને ઉપર કહેલા બધાઓથી મહત્વને એક પ્રાણાયામ હજુ રહી જાય છે. તે છે-કેવલકુંભક.
ઉપર કહ્યું તેમ સહિતકુંભકમાં બે પ્રકારે વાયુને રોકવામાં આવે છે
484