________________
અધ્યાત્મતત્ત્વાલેક
ત્રિીપ્રકાશને પ્રારંભ કરે છે. પાતંજલ યોગસૂત્રમાં તેને માટે ત્રણ સૂત્ર આપ્યાં છે–
“ રિમનું સતિ શાસ-શ્વાસયોતિવિષે પ્રાણાયામઃ”. " बायाभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः "। “વાઘાખ્યત્તરવિષયક્ષ ચતુર્થ ” “ (૨-૪૧, ૧૦, ૧૧. )
ભાવાર્થ એ છે કે શ્વાસ-ઉચ્છવાસની ગતિને વિચ્છેદ કરો, તે પ્રાણાયામ છે. તેના ચાર ભેદ છે-બાહ્યવૃત્તિ, આભ્યન્તરવૃત્તિ, સ્તંભવૃત્તિ અને કેવલકુંભક. રેચકને બાહ્યવૃત્તિ અને પૂરકને આભ્યન્તરવૃત્તિ કહેવામાં આવે છે. કુંભકના બે ભેદ છે-સહિતકુંભક અને કેવલકુંભક. તેમાં પહેલે સ્તંભત્તિ કહેવાય છે. કેવલકુંભક એ ત્રણે પ્રાણાયામોથી ભિન્ન પ્રકાર છે.
આ વિષયની સાધારણુ-સાદી રીતે સમજુતી આ પ્રમાણે છે –
પ્રથમ જમણા હાથની આંગળીઓ નાકનાં નસકેરાં ઉપર રાખે, તે એવી રીતે કે અંગુઠ જમણું નસકેરા ઉપર અને બે આંગળીઓ ડાબા નસકોરા ઉપર આવે. હવે પ્રથમ ડાબા નસકોરાથી ( જમણું નસકોરૂં અંગુઠાથી બંધ રાખી) બહારને વાયુ અંદર લે. અંદર લીધા પછી ડાબું નસકેરૂં બે આંગળીઓથી દબાવવું. આથી બહાર પવન શરીરમાં પૂરાઈ જશે. આમ જે પૂરાઈ જવું, તે પૂરક ક્રિયા કહેવાય. તે પૂરાયેલા પવનને ગોંધી રાખવાથી તેનું સ્તંભન થાય છે; એ સ્તંભન થવું તે આન્તર કુંભક કહેવાય. પૂરક ક્રિયા કર્યા પછી નાક, મોં બંધ કરી શરીરના કોઠામાં તે પવનને બંધ કરી રાખવો, એનું જ નામ આભ્યન્તર કુંભક છે.
કક જ્ઞાનાવમાં શુભચન્દજી મહારાજ પણ પ્રાણાયામને માટે લંબાણથી લખે છે.
યશવિજાપાધ્યાય બાવીશમી કાત્રિશિકામાં ૧૭ મા શ્લોકની વૃત્તિમાં ચોથી દૃષ્ટિ સાથે સંબંધ રાખતા પ્રાણાયામ ઉપર આ (પાતંજલ) યોગસૂત્રને અનુસરીને વ્યાખ્યા આપે છે.
402