SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વક ત્રી – પદાર્થોને ભેગ પણ કેટલે બધો મુશ્કેલીભર્યો થઈ પડ્યો છે. કપડાં, કાંબળે માટે પણ કેટલી કઠણાઈ આવી પડી છે. આ સર્વ દુઃખનું કારણ એજ છે કે આપણાં હિતકારી જાનવરે દરવર્ષે લાખોની સંખ્યામાં કતલ થાય છે. અને એનું જ એ પરિણામ છે કે દેશની પ્રજા ભિખારી જેવી બની ગઈ છે. દેશની સમૃદ્ધિરૂપ પશુઓને સંહાર એટલો બધો વધી ગયો છે કે આવી ને આવી સ્થિતિ જારી રહેતાં ભવિષ્યમાં દેશની શી દશા થશે એ કલ્પી શકાતું નથી. પરંતુ આ દુર્ભાગ્યનું કારણ માત્ર એક માંસાહાર છે. એને પ્રચાર જે બંધ પડી જાય, તે પછી પશુઓને સંહાર સ્વતવ અટકી જવાને. આવી રીતે આર્થિક સ્થિતિએ પણ માંસાહાર કેટલો નુકસાનકારક છે, તે સ્પષ્ટ રીત્યા સમજી શકાય છે. ધાર્મિક દૃષ્ટિએ તે માંસાહાર ત્યાજ્ય છે, એ તે ખુલ્લી વાત છે અને એ વિષે અવલોકન કરી ગયા છીએ. વર્તમાનપત્રો વાંચનારાઓ જાણે છે કે આજકાલ યુરેપમાં અનેક વનસ્પત્યાહારી સભાઓ સ્થાપિત થતી જાય છે. અને તે સભાઓ પુસ્તકે અને હસ્તપત્રક દ્વારા વનસ્પત્યાહારની મહત્તાનું સમર્થન કરે છે. આથી અનેક યુરોપવાસીઓ માંસાહારી મટી વનસ્પત્યાહારીઓની પાર્ટીમાં શામિલ થવા લાગ્યા છે. અને વનસ્પતિને ખોરાકજ મનુષ્યજાતિને ઉચિત છે, એ પક્ષને અનુસરનારાઓ પાશ્ચાત્ય દેશમાં વધતા જાય છે, આમ જ્યારે બીજા દેશે સુધરવાની લાઈન ઉપર આવતા જાય છે, તો પછી આર્યાવર્ત (હિંદુસ્તાન ) દેશ, કે જે અહિંસાપ્રધાન દેશ છે, તે દેશની પ્રજાએ તે સુતરાં માંસાહારથી બિલકુલ અલગ રહેવું જોઈએ છે; એમાંજ કલ્યાણસિદ્ધિ સમાયેલી છે. व्याधिग्रस्तस्य मारणं निषेधतिप्रचण्डरोगाभिहतः पशुर्वा नरोऽथवा मारयितुं न युक्तः। केनोदितं प्राप्स्यति शंस मृत्वा नेतोऽपि च प्राप्स्यति दुःखमुग्रम्॥१३॥ It is not proper to kill a being infected by horrible diseases whether it be a man or an animal. Who guarantees that, after death, he will obtain happiness and not be subjected to still more racking pain ? (13) 352,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy