SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. પ્રમાણમાં માંસાહારમાં નથી, એ વાત રસાયનપ્રયોગથી વિજ્ઞાનશાસે સિદ્ધ કરી બતાવી છે. જોઈએ પણ છીએ કે ફલાહારી જાપાનીઝે જેટલું શૈર્ય ધરાવે છે, તેટલું શાર્ક માંસાહારી ચીની મનુષ્યમાં નથી. બંગાલીઓનો માંસ એ હમેશનો આહાર છે, છતાં પચાશ બંગાલીઓ હામે તેની નજીકમાંજ રહેનારા છપરા જિલ્લાના દશ માણસ, કે જેઓ સાથે-ઘઉં, ચણાને સેકેલે આ ખાનારા છે, તેઓને યુદ્ધ કરવા. ઉભા રાખવૃમાં આવે, તો પેલા પચાશે બંગાળીઓ તરત ત્યાંથી પલાયન કરી જાય. આવા માંસાહારી-ફલાહારીઓના અનેક દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે કે ફળમાં જે શકિત રહેલી છે, તે માંસમાં નથી જ. ફલાહારથી જે સામ્યસ્વભાવ, સાત્વિકતા, બુધ્ધિબળ અને આરોગ્ય મેળવાય છે, તે માંસાહારમાંથી મેળવી શકાતું નથી. માવાને મૂકી માંસને અને દૂધ મૂકી દારૂને વળગવું, એ ડહાપણનું કામ નથી. માંસાહારથી આર્થિકક્ષતિ. સહુને જાણીતું છે કે-ગાય, ભેસ, ઘેટાં, બકરાં, બળદે વગેરે જાનવરે મનુષ્યજાતિને કેટલાં ઉપયોગી છે ? ખેતી કરવામાં અને એક સ્થળેથી અન્ય સ્થળે બે ઉઠાવી–ખેંચી લઈ જવામાં તથા મુસાફરી કરવામાં એઓ કેટલાં મદદગાર બને છે? માણસને ખાવાનાં પકવાને પણ એ જાનવરેના દૂધથી તૈયાર થાય છે. દૂધ, ઘી વગેરે શરીરપષક પદાર્થો તેમની પાસેથી જ પ્રાપ્ત થાય છે. ખેતીને ઉપયોગી ખાતર પણ એઓના છાણમાંથી જ મળે છે. ગરમ કપડાને માટે ઉન પણ તેઓજ પૂરી પાડે છે. એકંદર મનુષ્યજાતિના જીવનને આધાર તેઓ ઉપર રહેલો છે એમ કહીએ તો તે અત્યુક્તિભરેલું નથી; તેઓના અભાવે માણસને હરવખત ઘણુંજ મુશકેલીઓ ભોગવવી પડે, એ દેખીતી વાત છે. આવી રીતે અત્યંત ઉપયોગી જાનવને સંહાર કરીને માંસ ખાવું એ કોઈ પણ માણસને માટે યોગ્ય નથી, તેમ કરવામાં દેશને ભારે ધકકે પહોંચે છે. એક જમાને ભારતવર્ષમાં એ હતું કે બબે અને અઢી અઢી રૂપયે મણ ઘી મળતું હતું, જ્યારે અત્યારે મનુષ્યને કેટલી હાડમારી ભેગવવી પડે છે ?, ચાલીશ રૂપયે પણ મણુ થી જોઈએ તેવું સારું મળી શકતું નથી. એવી જ રીતે દૂધ વગેરે 851
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy