________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT કે-છ યદિ પહેલાં કર્મ રહિત હોય અને પાછળથી કર્મબદ્ધ થયા હેય, તે જીવોની મુક્તિ કદાપિ થઈ શકશે નહિ; કારણ કે કમરહિત છે પણ જ્યારે પાછળથી કર્મોથી બંધાયા, તે પછી મુક્ત (મુકિતપ્રાપ્ત) થયા પછી પણ તેઓ ફરીને કર્મોથી કેમ નહિ બંધાય ? આ ઉપરથી છવ અને કર્મનો સંબધ આદિમાન ઘટી શકતા નથી, ત્યારે સુતરાં એ સિદ્ધ થાય છે કે જીવ અને કર્મને સમ્બન્ધ અનાદિ છે. હવે આપણે એ જોઈ શકીશું કે જ્યારે જીવ અને કર્મ એ અનાદિસમ્બદ્ધ છે, તે અનાદિ કર્મસંગને લઈને સંસાર પણ અનાદિજ હોવો સિદ્ધ થાય છે. સંસાર જ્યારે અનાદિ સિદ્ધ થાય છે તે પછી ઈશ્વરમાં જગકર્તુત્વ કયાં રહ્યું ? મુક્તિ અનાદિ છે, તે સંસાર અનાદિ છે, સંસાર અનાદિ છે તે જગતને કર્તા કાઈ ઘટી શકતો નથી. પૃથ્વી, જળ વગેરે ભૂતને ઉપભોગ પણ છવને અનાદિ કર્મસાગના પ્રવાહને લીધે અનાદિ કાળથી ચાલ્યો આવે છે.
ઈશ્વરને કર્તા માનીએ તે તેનું કર્તવ્ય છે કે તેણે સર્વ જીને સુખી બનાવવા જોઈએ. પરંતુ જગતમાં તેમ દેખાતું નથી. ઉલટું સુખી જીવોના કરતાં દુઃખી જીવોનું ક્ષેત્ર મહેતું દેખાય છે. દયાળ ઈશ્વરથી આવી દુઃખિની સૃષ્ટિ કેમ બની શકે ? યદિ એમ કહેવામાં આવે કે “ સુખ-દુઃખ તે જીવોનાં કર્મ ઉપર આધાર રાખે છે. જેવાં જેવાં કૃત્યે જ કરે છે, તેવાં તેવાં ફળો તેમને પ્રાપ્ત થાય છે. તે પછી એમાં ઈશ્વરનું કર્તૃત્વ શું આવ્યું ? સુખ–દુઃખ જ્યારે અનાદિકાળથી કર્માધીન પ્રાપ્ત છે, તે પછી ઈશ્વરની કૃતિ આપણે શી સમજવી ? યદિ એમ કહેવામાં આવે કે-કર્મમાં સ્વતન્ત્રતયા ફલ આપવાની શકિત નથી, કિન્તુ ઈશ્વરધિષિત-ઈશ્વરપ્રેરિત થયેથીજ કર્મ ફળ આપી શકે છે? તે એ ઉપર પણ એ પ્રતિવાદ થઈ શકે છે કે-કર્મને પ્રેરીને તે દ્વારા જીવને સુખ-દુઃખ આપવું, એ ઈશ્વરને માટે શું સમુચિત માની શકાય છે ખરૂં ? કર્મને પ્રેરણું ન કરવી અને અને એમના સ્વાભાવિક સ્વરૂપમાં જ રાખવા, એજ ઈશ્વરનું શું ભૂષણ નથી ? કદાચ એમ કહેવામાં આવે કે કરેલા સુકૃત્ય યા દુષ્કૃત્યને પુરસ્કાર અથવા સજા જીવને ઈશ્વરે આપવી જ જોઈએ, અને એજ માટે કર્મને પ્રેરી તે દ્વારા ઈશ્વર તેમ કરે છે. તે એની અંદર એ સવાલ ઉભો થાય છે કે જે દુકૃત્ય કેમ કરે છે? બધા જીવો સત્કૃત્ય કેમ કરતા નથી ? કહેશે કે- દુબુદ્ધિ
258