________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ બીજું
ઈશ્વરથી મૂત્તિરૂપ એવુ* આ જગત્ ઉત્પન્ન થઇ શકે. ખરૂ ? દુનિયામાં ઘટ, પટ વગેરે જે મૂત્ત પદાર્થો આપણે જોઇએ છીએ, તે સ પદાર્થીને બનાવનારા શરીરધારી ભૂમિન્ત જ છે. કાઇ એવા મૂર્ત્ત પદાર્થ આપણી નજરે આવ્યા નથી, કે જેને બનાવનાર શરીરરહિત– અમૂત્ત હોય. પ્રકૃતિના આ સ્વાભાવિક કાયદા ઉપર નિરીક્ષણ કરતાં હૃદયમાં એ વાત ઠીક માલૂમ પડવી જોઇએ કે અમૂર્ત ઈશ્વરથી મૂત્ત ઉત્પાદ થઇ શકે નહિ.
જગ
ક
ન્યાયદર્શનશાસ્ત્રકારો એમ માને છે કે આકાશ, કાળ, છત્ર, અને પરમાણુ એ સર્વ અનાદિ નિત્ય છે, અને જીવનાં સુખ-દુ:ખા તેના અનુસાર તેને પ્રાપ્ત થાય છે. આ હકીકત ઉપર જ્યારે દષ્ટિપાત કરીએ છીએ, ત્યારે ઇશ્વમાં જગત્કર્તૃત્વ માનવાનું કારણ કઇં દેખાતુ નથી. ઈશ્વરને શુ અવશિષ્ટ રહ્યું છે અથવા શું પ્રયેાજન છે કે જેતે લીધે તેની જગસૃષ્ટિમાં પ્રવૃત્તિ હાઇ શકે ? પરમવીતરાગ એવા પરમેશ્વરને લીલા–ક્રીડાના સંભવ માનવ, અને જગસૃષ્ટિમાં તે કારણ બતાવવું, એ બુદ્ધિમાં ઉતરી શકે તેવી બાબત નથી, એ દરેક વિચારકથી સમજી શકાય તેમ છે.
'
જીવ અને કર્મના સમ્બન્ધ આદિમાન છે યા અનાદિ ? એ બાબતના વિચાર કરવાથી પ્રસ્તુતમાં અજવાળું પડી શકે છે. જીવ અને કના સમ્બન્ધ યદિ આદિમાન હેાય તે બતાવવું જોઇએ કે તે સબંધતે ઉત્પન્ન કરી આપનાર કાણુ ? યદિ શ્વરને તે સમ્બન્ધના ઉત્પાદક માનીએ તે એ સવાલ ઉભા થાય છે કે ઇશ્વરને જીવની સાથે કમ લગાડવાનું શું યાજન હતું ? પરમવીતરાગ અને પરમકાણિક એવા ઈશ્વરથી આવું કામ બને એ કઇરીતે માની શકાય, એ વિચારવું જોઇએ; કેમકે એ વાત જ્યારે નિર્વિવાદસિદ્ધ છે કે કરહિત દશામાં જ જીવનું સ્વાભાવિક સ્વરૂપ અને સ્વાભાવિક જ્ઞાનાનન્દ પ્રકાશિત હાય છે, તો પછી રહિત-પૂર્ણાનન્દમગ્ન એવા જીવાને કર્મનાં આવર્ણાથી બાંધવાનું કામ શું દયાલુ ઈશ્વરથી બની શકે ખરૂ ? કદાપિ નહિ.
વળી આપણે એ વાત આ પુસ્તકમાં પાછળ જોઇ ગયા છીએ + ૬૪ મા પૃષ્ઠમાં અન્ધતત્ત્વમાં.
252