________________
અધ્યાત્મતત્વાલક, જુગાર બહુ ખરાબ વસ્તુ છે. એનાથી અનેક દુર્ગણે ઉભા થતા આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. જુગારી એકજ દાવમાં સેંકડો રૂપીયા અનાયાસે મેળવી લે છે અને ખોઈ નાંખે છે. આવી સ્થિતિની લત લાગવાથી ઉદ્યમ, હુનર કે નેકરી વડે થોડે થોડે દ્રવ્ય ઉપાર્જન કરવું, એ જુગારીને પસંદ પડતું નથી. એથી જ જુગારી પિતાના અનાયાસલબ્ધ દ્રવ્યને ખરાબ રીતે ઉડાવવા હિમ્મત ચલાવી શકે છે.
જુગાર કેટલી જાતના છે ? એ વાતનું સ્પષ્ટીકરણ કરવું લગાર કઠિન છે. પરંતુ વસ્તુસ્થિતિએ જોઈએ તે આજકાલ જે અનેક પ્રકારના સટ્ટાઓ નિકળ્યા છે, તે બધા જુગારમાંજ સમાવેશ લે છે. એ સિવાય પાનાંની રમત, ઘડદેડની શરત, સર્ટી, બિલિયર્ડ વગેરે પણ જુગારજ કહી શકાય. સટ્ટા વગેરે કરીને ધનવાન થયેલા આપણું જેવામાં આવે છે, તે પણ સમજી રાખવું જોઈએ કે એ ખરાબ લત છે. જુગારથી ધનિક બનેલાઓને વિભાગ બહુ થાડે છે, જ્યારે તેનાથી પાયમાલ થયેલાએ ઘણું જ મેટી સંખ્યામાં દૃષ્ટિગોચર થાય છે. જુગારી જેમ જેમ જુગારમાં હારતે જાય છે, તેમ તેમ તે પિતાનું સર્વસ્વ જુગારમાં હમતો જાય છે, છેવટે ભિખારી બનીને ઉઠે છે. ચોરી વ્યભિચાર વગેરે મહાન દુર્ગુણે પ્રાયઃ જુગારની સાથે રહે છે. આથી જુગારી પિતાની એહિક જિન્દગી અને પરલોક સુધારવામાં સર્વથા પછાત રહી જાય છે.
બીજું દુર્વ્યસન માંસ છે. તે વિષે આગળ ત્રીજા પ્રકરણમાં જોઈશું. ત્રીજું દુર્થસન મદિરા છે. મદિરાથી ચૈતન્ય ઉપર કેટલું આવરણ પથરાય છે, એ સહને પ્રત્યક્ષ છે. મદિરામાં લુબ્ધ બનેલાને પિતાના શરીરનું, પિતાનાં માતા પિતા કે કુટુંબવર્ગનું ભાન રહેતું નથી. મદિરા પીનારાને માનસિક વિકાસ, મગજબળ અને ચિત્તની સ્થિરતા હોતી જ નથી. મદિરાના વ્યસન વાળે વરતુતત્વના વિવેકથી ભ્રષ્ટજ રહે છે. સુરાપાન કરનારના હૃદયમાં ધર્મ હેતેજ નથી. મદિરાને કેફ જ્યારે ચઢે છે, ત્યારે મનુષ્યને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી–સિમ્બદ્ધ પ્રલાપ કરવા લાગી જાય છે, પિતાની ગુહ્ય બાબતે કહી નાંખે છે અને તે વખતની તેની સ્થિતિ બહુજ દયાપાત્ર બને છે. દારૂને પરાધીન થવું, એ
164